
મોરબી: શ્રી મુળયોગીરાજ આશ્રમ, રામદેવરા દ્વારા આયોજિત ભવ્ય બાબા શ્રી રામદેવપીર કથા યોજાશે
મોરબી શહેરમાં તા. 20-5-2023, શનિવાર થી શ્રી મુળયોગીરાજ આશ્રમ, રામદેવરા, રાજસ્થાન દ્વારા ભવ્ય બાબા શ્રી રામદેવપીરની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વ્યાસાસને સ્વામી મુલયોગીરાજ બિરાજમાન થશે જે બાબા રામદેવપીરના એકમાત્ર કથા વાંચક છે, આ કથાનું મોરબીમાં ત્રીજી વખત આયોજન થઇ રહ્યું છે.
કથાનું સ્થળ મોરબી સનાળા રોડ પર, શિવ હોલ સામે આવેલ ગાંધી ગ્રાઉન્ડ મુકામે યોજાશે. કથા પ્રારંભે તા. 20-5-2023 ના રોજ બાબા રામદેવપીરની પોથી યાત્રા નીકળશે જે નરસંગ મંદિર થી કથા સ્થાળ સુધી નીકળશે જેમાં સૌ ધર્મપ્રેમી ભાવિકજનોને જોડાવવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે. જયારે 30-5- ના રોજ સવારે 8 વાગ્યે 101 કુંડી શ્રી રામદેવ મહા મહાયજ્ઞનું પણ આયોજન કરેલ છે જેનો લાભ લેવા તથા કથા શ્રવણનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. કથાની વધુ જાણકારી માટે મો. 9879010584, 9979944399, 9829795054, 99294138707 પર વધુ મેળવી શકાશે.