માળીયા મિંયાણાના વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈમા મંદિરે ૧૮મો પટોત્સવ ધામધુમથી ઉજવાશે આ ભવ્ય પટોત્સવ કાર્યક્રમમા ધર્મસભા દાંડીયારાસ મહાપ્રસાદ અને સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે..જુઓ વીડીયો

માળીયા મિંયાણાના વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈમા મંદિરે ૧૮મો પટોત્સવ ધામધુમથી ઉજવાશે આ ભવ્ય પટોત્સવ કાર્યક્રમમા ધર્મસભા દાંડીયારાસ મહાપ્રસાદ અને સંતવાણી સહિત વિવિધ કાર્યક્રમો યોજવામા આવશે

માળીયા મિંયાણાના વવાણીયા ગામે આવેલ સુપ્રસિધ્ધ માતૃશ્રી રામબાઈમાના મંદિરે તા-૧૭-૫-૨૩ને બુધવારના રોજ પાટોત્સવ કાર્યક્રમનુ ભવ્ય કાર્યક્રમ રાખવામા આવ્યો છે જે અંતર્ગત સવારે ૧૦:૦૦ કલાકે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મુખ્ય વકતા આઈશ્રી દેવલમાં – ( બલીધાવણ, જુનાગઢ) તથા વશીનાથ બાપુ (ભાયાસર ) થી ઉપસ્થિત રહેશે આ ધર્મસભામાં મુખ્ય મહેમાન શ્રીજવાહરભાઈ ચાવડા પ્રમુખશ્રી ગુજરાત આહીર સમાજ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત બપોરે ૧૧:૦૦ કલાકે વિનામૂલ્યે ભાડેથી મેડીકલ તબીબી સાધની માટેના રૂમનું ઉદઘાટન રાખેલ છે.આ ઉપરાંત બપોરે ૧૧: ૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથે સાથે બપોરે ૩ઃ ૦૦ ક્લાકે દાંડીયા રાસ રાખેલ છે.દાંડીયારાસના ક્લાકાર શ્રીવિજયભાઈ આહીર તથા ભૂમીબેન આહીર તથા નીતાબેન કાપડી ઉપસ્થિત રહેશે.અને સાંજે ૭ઃ૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.અને રાત્રે સંતવાણી કાર્યક્રમમાં ભજનીકશ્રી પરસોતમ પરીબાપુ ગાસ્વામી અને લોક્ સાહિત્યકાર શ્રીલાખણશીભાઈ ગઢવી અને ભજનીક કલાકાર બહેનશ્રી ભૂમીબેન આહીર ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમા સૌભકતો શ્રધ્ધાળુઓ અને આહિરસમાજને ઉપસ્થિત રહેવા માતૃશ્રી રામબાઈમા મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી જશુભાઈ રાઠોડે જણાવ્યુ હતુ

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here