
ભરુચના કાવી ગામની બેક ઓફ બરોડામા થયેલ શંકાસ્પદ રુ ૧૭લાખ ની બેંકચોરીના, ગુનાના કામે, આરોપીને જામીન પર છોડી મુકવા હુકમ કરતી ગુજરાત હાઇકોર્ટ.
તારીખ ૧૨-૧૨-૨૦૨૨ ના રોજ, ભરૂચના કાવી ગામમાં બેન્ક ઓફ બરોડાની શાખામાંથી શંકાસ્પદ રીતે રૂપિયા ૧૭ લાખની ચોરી થયેલ હતી.જેમાં બેંક મા કેશીયર તરીકે ફરજ બજાવતા, રોહિત ભાઈ ગોવિંદભાઇ સોંદરવા સામે ચોરી નો આરોપ હતો,
બેંક ના મેનેજરે,બેંકમાં કેશીયર તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ ગોવિંદભાઈ સોંદરવા વિરુદ્ધ ફરિયાદ આપેલ હતી. કાવી પોલીસે ભારતીય દંડ સંહિતાની ધારા કલમ,૩૮૧,૪૫૭,૪૦૯ મુજબ ફરિયાદ નોંધેલ હતી, અને આરોપી ની ધરપકડ કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલ, નામદાર કોર્ટે આરોપી ને જ્યુડિશિયલ કસ્ટડી માં મોકલી આપેલ હતા.
આ ગુનાના કામે ચાર્જસીટ થતા આરોપીના વકીલ શ્રી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં, આરોપી ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ, જે ચાલી જતા, આરોપીના વિદ્વાન વકીલ શ્રી ની ધારદાર દલીલો, વકીલ શ્રી એ રજૂ રાખેલ જુદા,જુદા વિવિધ જજમેંટો ને ધ્યાને રાખી, નામદાર કોર્ટે, આરોપી ને જામીન પર છોડી મુકવા હુકમ કર્યો હતો.
આ કામે આરોપીના વકીલ તરીકે વિઠલાપરા સોલિસિટર્સ એન્ડ એડવોકેટ ના વકીલ શ્રી,સી.એસ.વિઠલાપરા, સાગર સરવૈયા, લવજી ભજગોતર,પી.બી.જેઠવા,વિજય વણઝારા,બી.એમ.જેઠવા,કિરીટ ગોહેલ, જે.ડીબથવાર, સંજય ચાવડા,આર કે દેત્રોજા, પી.બી જેઠવા, એન કે ચુડાસમા, મિતલ કાલરીયા અને કીશન ભીમાણી રોકાયેલ હતા.