
મોરબીના સેવાભવી કાર્યકર હુશેનખાન પઠાણને અખીલ ગુજરાત સિપાઈસમાજ પ્રદેશ દ્રારા રત્ન એવોર્ડ અને સિપાઈ સમાજ ગૌરવ એવોર્ડ એનાયત
મોરબીમા રહેતા સેવાભાવી મુસ્લીમ યુવાન હુશેનખાન પઠાણે ઝુલતાપુલની ગોજારી દુર્ધટનામા જીવ જોખમમા મુકી અનેક જીંદગીઓને ડુબતા બચાવી માનવતા મહેકાવી હતી અને એ સમયે ચોમેરથી હુશેનખાન પઠાણને ગુજરાતભર માથી અભિનંદનો પાઠવવામા આવ્યા હતા
ત્યારે આજે રાજકોટમા હેમુ ગઢવી હોલ ખાતે અખીલ ગુજરાત સિપાઈ સમાજ પ્રદેશ ગુજરાત દ્રારા સન્માન સમારોહનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ
જેમા મોરબીના હુશેનખાન પઠાણને આ ભવ્ય સન્માન સમારોહમા અખીલ ગુજરાત સિપાઈ સમાજ પ્રદેશ ગુજરાત તરફથી સિપાઈ રત્ન એવોર્ડ તેમજ સિપાઈ ગૌરવ એવોર્ડ આપી સન્માન કરવામા આવતા હુશેનખાન પઠાણના પરીવારજનો અને સિપાઈ સમાજમા ખુશીની લહેર જોવા મળી હતી