
માળીયા મિંયાણા તાલુકાના વર્ષામેડી અને વવાણીયા ગામે ૧૨૦ વર્ષથી ઝુપડામા રહેતા જત પરીવારોને સંભવિત વાવાઝોડાથી બચાવવા સલામત સ્થળે ખસેડાયા….વાંચો ખાસ અહેવાલ મોરબી માસ્ટર
વાઈબ્રન્ડ ગુજરાતમા ૧૨૦ વર્ષથી વસવાટ કરતા ગરીબ જત પરીવારોને રહેવા પાકા મકાન નથી લાઈટ નથી આથી વધારે જીવનમા ખતરનાક વાવાઝોડુ કયુ કહેવાય?
માળીયા મિંયાણા તાલુકાના વર્પામેડી અને વવાણીયા કાસમપીરની દરગાહ નજીક દરિયાકાંઠે છેલ્લા ૧૨૦ વર્ષથી વસવાટ કરતા ગરીબ જત ફકીરાણી પરીવારોને સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસરથી બચાવવા માટે તંત્રએ વર્ષામેડી અને વવાણીયા સ્કુલ ખાતે સલામત સ્થળે ખસેડવામા આવ્યા છે જયા જયદીપ સોલ્ટના દીલુભા જાડેજા તરફથી રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી દેવામા આવી છે
પરંતુ આ ગરીબ જત પરીવારો વર્ષોથી માળીયા મિંયાણા તાલુકામા વસવાટ કરે છે પહેલા આ જત પરીવારો ઉંટનો ઉછેર કરી વેચાણ કરીને ધરનુ ગુજરાન ચલાવતા હતા પરંતુ આ પહેલા નવલખીબંદર પર આવેલ ભયાનક વાવાઝોડામા ત્રીસેક જેટલા ઉંટોના મોત થવાથી સરકારી તંત્ર દ્રારા કોઈપણ જાતની સહાય નહી ચુકવતા ના છુટકે આ ગરીબ પરીવાર મીઠાની મજુરી કરી ધરનુ ગુજરાન ચલાવવા લાગ્યા હતા આજે ૧૨૦ વર્ષથી આ ગરીબ જત ફકીરાણી પરીવારોને રહેવા માટે પાકા મકાન નથી બીપીએલ રાશનકાર્ડ હોવા છતા ૧૦૦ ચોરસવાર જગ્યા કે ઈંન્દીરા આવાસ સરદાર આવાસની સરકારશ્રીની યોજનાનો લાભ આજ દિવસ સુધી આપવામા આવ્યો નથી આ વાઈબ્રન્ડ ગુજરાતમા એટલે ૧૨૦ વર્ષથી વસવાટ કરતા પરીવારોને લાઈટ પાણી આવાસ આરોગ્ય શિક્ષણ સહિતની સુવિધાઓથી વંચિત ગરીબ પરીવારો માટે આથી વધારે આફતનુ વાવાઝોડુ કયુ હોય શકે એવી લોકચર્ચાએ જોર પકડયુ છે