
વાહ આહિર સમાજ વાહ..માળીયામિંયાણાના વવાણીયા રામબાઈમાં ટ્રસ્ટ દ્વારા દરરોજ પાંચ હજાર લોકોને જમવાની અને બે હજાર લોકોને રહેવા માટેની વ્યવસ્થા ઊભી કરી બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરો સામેની પુર્વ તૈયારી જશુભાઈ રાઠોડ પ્રમુખશ્રી
માળીયામિંયાણા મામલતદાર બી.જે.પંડયાની તાબડતોબ સરાહનીય કામગીરી દરીયાકાંઠેથી ૧૪૦૦ લોકોને સલામત સ્થળે ખસેડ્યા રહેવા જમવા સહીતની સુવિધા ઉપલબ્ધ કરાવી બી.જે પંડયા મામલતદારશ્રી
મોરબી જિલ્લામાં સંભવિત બિપોરજોય વાવાઝોડાની અસર થવાની હોય મોરબી જિલ્લાની જવાબદારી મંત્રી કનુભાઈ દેસાઈને સોંપવામાં આવેલ છે ત્યારે સૌથી વધુ અસર રણકાંઠાના નવલખી માળીયા વિસ્તારમાં થવાની શકયતા હોય જેથી માળીયા મામલતદારે તાબડતોબ રણકાંઠે રહેતા માછીમારો અગરીયાઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરીને અત્યાર સુધી ૧૪૦૦ જેટલા લોકોને માળીયાના મોટીબરાર મોડર્ન સ્કૂલ વવાણીયા વર્ષામેડી જેવા સુરક્ષિત ગણાતા અલગ અલગ સ્થળોએ સ્થળાંતર કરી રહેવા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સ્થળાંતરિત લોકોને કોઈ અગવડતા ન પડે તેવી કાળજી રાખીને પરિસ્થિતિને પહોંચી વળવા તનતોડ મહેનત કરી મામલતદાર ખડેપગે રહીને કામગીરી કરી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને કાચા મકાન છોડીને પાકા મકાનોમાં સ્વીફટ થઈ જવા અનુરોધ કર્યો છે તેમજ પશુઓને છુટા રાખવા જેવા સુચનો કર્યા છે તો તેમજ શ્રીરામ સોલ્ટમા મજુરી કરતા પરપ્રાતિય મજુરોને મોટીબરાર ગામે મોડેલ સ્કુલમા આશ્રયસ્થાન આપી બાબુભાઈ હુંબલે સગવડતાઓ પુરી પાડી હતી બીજી તરફ માળીયા તાલુકાના વવાણીયા ગામે આવેલ રામબાઈમાં મંદિરના ટ્રસ્ટના પ્રમુખ જસાભાઈ રાઠોડે સંભવિત બિપોરજોય વાવાઝોડાના કારણે સ્થળાંતર કરેલા લોકોને રહેવા જમવાની વ્યવસ્થા ઉભી કરી રામબાઈમાં ટ્રસ્ટ દ્વારા દરરોજ પાંચ હજાર લોકોને જમાડવાની સાથે બે હજાર લોકોને રહેવાની વ્યવસ્થા ઉભી કરી તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી રાશનની સાથે તૈયાર ભોજન પહોચાડવાની તૈયારી બતાવી સંકટ સમયે રામબાઈમાં ટ્રસ્ટ ખડેપગે રહીને માનવતા મહેકાવી તેઓનો સેવાયજ્ઞ સરાહનીય પ્રેરણારૂપ બન્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સંભવિત બિપોરજોય વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા મોરબી જિલ્લાની જવાબદારી જેને સોપવામાં આવેલ છે તેવા મંત્રી કનુભાઈ દેસાઈએ નવલખી પોર્ટ અને નવલખી પોર્ટ પાસે આવેલ જુમ્માવાડી વિસ્તાર માળીયા મોર્ડન સ્કુલની મુલાકાત લઈ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી વાવાઝોડું આવે તે પહેલાની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો અને સ્થળાંતર કરાયેલા લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા મંત્રી કનુભાઈ દેસાઈની રણકાંઠાની મુલાકાત વેળાએ મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહીતનાઓને સાથે રાખી મંત્રી કનુભાઈ દેસાઈએ રણકાંઠાની મુલાકાત લીધી હતી