
મોરબીના ટંકારા નગરનાકા સામે રાજકોટ મોરબી રોડ ઉપરથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે આરોપીને એસ.ઓ.જી.ટીમે ઉપાડી લીધો..જુઓ વીડીયો
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાનાઓએ ગેરકાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને સુચના કરેલ હોય જે અંગે એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય તે અન્વયે પો.હેડ.કોન્સ. જીવનસિંહ ભરતસિંહ નાઓને બાતમી મળેલ કે, જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ રહે.હાલ લક્ષ્મીનારાણય એપાર્ટમેન્ટ મોરબી-ર વાળા પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર લઇ સી.એન.જી. ઓટો રીક્ષા નં-GJ-1-TB-3442 વાળીમાં બેસી રાજકોટ તરફથી મોરબી તરફ જવા નિકળનાર છે, જે મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ જઇ વોચ તપાસમાં રહેતા નીચે જણાવેલ નામ સરનામા વાળો આરોપી
જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ જાતે કુભાર રહે.હાલ લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ પાંચમો માળ રૂમ નં-૫૦૪ એસ.આર.પેટ્રોલપંપ સામે ત્રાજપર ચોકડી મોરબી-૨ મુળ રહે,વિવેકાનંદનગર હાથીજણ સેક્ટર -૪, કે-૫૪ અમદાવાદનાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો જથ્થો ૧૦.૨૦ ગ્રામ કિ.રૂ. ૧,૦૨,૦૦૦/- મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- રોકડા રૂપીયા ૧૮૧૦/- મળી કુલ રૂ.૧,૧૩,૮૧૦/- મુદામાલ સાથે મળી આવતા અને અન્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે આશીષભાઇ જીતેન્દ્રભાઇ રાવલ રહે. રાજકોટને પકડવાનો બાકી હોય આરોપીઓ વિરુધ્ધએન.ડી.પી.એસ એક્ટની કલમ-૮(સી), ૨૧(બી) મુજબની કાર્યવાહી કરી સદરહુ આરોપીને ધોરણસર અટક કરી ટંકરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમા અધિકારીઓ તથા કર્મચારીઓ એમ.પી પડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ જી.મોરબી તથા પો.સબ ઇન્સ. એમ.એસ.અસારી તથા કે,આર કેસરીયા તેમજ એ.એસ.આઇ, રણજીતભાઇ બાવડા તથા રસીકભાઇ કડીવાર તથા સબળસિંહ સોલંકી તથા ફારૂકભાઇ પટેલ તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા શેખાભાઇ મોરી તથા સતિષભાઇ ગરચર તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા માણસુરભાઇ ડાંગર તથા કમલેશભાઇ ખાંભલીયા તથા સામંતભાઇ છુછીયા તથા અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ વિગેરે જોડાયેલ હતા