
મોરબી જીલ્લાના ટંકારા પોલીસે પકડેલ ૧૦.૨૦.ગ્રામના મેકડ્રોન પાવડરના કેશમાં આરોપીના શરતી જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ
બનાવની ટૂંકમાં વિગત એવી છે કે ટંકારા પોલીસે ૧૦,૨૦ ગ્રામ મેકડ્રોન (પાવડર) સાથે આરોપી જીતેન્દ્રભાઈ રામજીભાઈ પ્રજાપતિને એન. ડી. પી. એસ. એકટ ની કલમ ૮ (સી), ૨૧ (બી) મુજબના ગુન્હાના કામે અટક કરેલ અને તે આરોપીએ મો૨બીના સિનિયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે મોરબી જીલ્લાના સ્પે. જજશ્રી એન. ડી. પી. એસ તથા સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા) એ નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત. હાઈકોર્ટ ના ચુકાદાઓ ૨જુ ક૨ી ધારદાર દલીલને ધ્યાને લઈ મો૨બી જીલ્લાના સ્પે. જજશ્રી (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજશ્રી મોરબીના શ્રી પી. સી. જોષી સાહેબશ્રીએ આરોપી જીતેન્દ્રભાઈ રામજીભાઈ પ્રજાપતી ને રૂા. ૧૦,૦૦૦/- ના શરતોને આધિન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી જીતેન્દ્રભાઈ રામજીભાઈ પ્રજાપતીના વકીલશ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ.મિનાઝબેન એ. પરમાર રોકાયેલા હતા