
મોરબી બી ડિવિઝન પોલીસ ક્રાઈમ કરનાર સામે એલર્ટ દારૂ જુગારના દુષણ ને નાબૂદ કરવાની સાથે સાથે કાયદા તોડ વાહન ચાલકો સામે લાલ આંખ કરી પ્રજાના રક્ષક તરીકેની ઓળખ આપી
મોરબી શહેર જિલ્લામાં જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાટીની સૂચનાથી વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ ફરજના ભાગરુપે કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે કાયદા તોડ શખ્સો સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અંતર્ગત પેટ્રોલિંગ કરી દારૂ જુગાર મારામારી સહિત ટ્રાફિક ભંગ જેવી ઘટનાઓને અટકાવી પ્રજાનો રક્ષક એ પોલીસ તંત્ર પ્રજાના રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડે છે જેમા બી ડિવિઝન પોલીસ મથકના ફરજ નિષ્ઠ પીઆઈ પી. એ. દેકાવડીયા અને ડી સ્ટાફની સક્રિય સહિત સમગ્ર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજના ભાગે ગત તારીખ ૧-૦૧-૨૦૨૩ થી તારીખ ૩૧-૦૫-૨૦૨૩ સુધી ફરજના ભાગરુપે વિવિધ કામગીરી અંતર્ગત દારૂ જુગાર મારામારી ચોરી અપરાહણ અકસ્માત ખૂનની કોશિશ હત્યા જેવી ઘટનાઓ અંતર્ગત એલર્ટ રહ્યા છે જેમાં કાયદા તોડ વાહન ચાલકો સહિત નસો કરી વાહન ચાલકોને પણ અટકાવી કાયદા વિરુદ્ધ કાર્ય અંતર્ગત કાયદાનું કડક પાલન કરાવ્યું છે ત્યારે મોરબી બી ડિવિઝનમાંથી મળતી પાંચ માસની કામગીરી અંતર્ગત દારૂના દુષણને અટકાવવા માટે દારૂ પીનાર અને વેચનાર પર સતત ઘોષ બોલાવી ૫૪૮ ગુના નોંધાયા છે જ્યારે પોલીસના ચોપડે ચીતરાયેલા ગુનાઓમા જુગારના ૧૫- મારામારીના- ૩ ચોરીના ૧૫ અપહરણના -૧ વાહન અકસ્માતના-૮ ખૂનની કોશિશ-૧ હત્યાના-૨ ગુના બન્યા છે તેમાં રોંગ સાઈડમાં વધુ સ્પીડે વાહન ચલાવનાર એવા કાયદા થોડું વાહન ચાલકોને પણ કાયદા ભંગના ગુના ૧૧૪ અને ટ્રાફિક ભંગના ગુના૧૭૫ નોંધાયા છે આ સાથે નશો કરેલી હાલતમાં પોતાના જીવને જોખમ અન્યને પણ જોખમકારક વાહન ચાલકના ૮૪ ગુના નોંધાયા છે જેથી સમગ્ર મોરબી બી ડિવિઝન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા સામે બી ડિવિઝન મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એ. દેકાવડીયા અને તેની ટીમ સતત ફરજ ના ભાગે જિલ્લા પોલીસ વડાની સુચના માર્ગદર્શનથી ક્રાઈમમા એલર્ટ રહી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ પુરી પાડી રહી છે