મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમા વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શકુનીઓને રૂપીયા પાંચલાખ વીસ હજારના મુદામાલ સાથે એલસીબી પોલીસ ટીમે ઝડપી લીધા

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમા વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શકુનીઓને રૂપીયા પાંચલાખ વીસ હજારના મુદામાલ સાથે એલસીબી પોલીસ ટીમે ઝડપી લીધા

મોરબી એલ.સી.બી ટીમના જીજ્ઞાશાબેન કણસાગરા, ચંદ્રકાંતભાઇ વામજા તથા શકિતસિંહ ઝાલા સંજયભાઇ રાઠોડને હકીકત મળેલ કે, આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી, તાલુકો હળવદ જીલ્લો મોરબી વાળા પોતાના કબ્જા ભોગવટા વાળી હળવદ તાલુકાના રણછોડગઢ ગામની ટોબંધ તરીકે ઓળખાતી સીમની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેર કાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે હળવદ તાલુકાના રણછોડગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં રેઇડ કરતા ૭ શકુનીઓ જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૫,૨૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો જેમાપકડાયેલ આરોપીઓ
આશિષભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે. સમલી તા. હળવદ જિ. મોરબી કેતન રતિલાભાઇ પટેલ રહે. ઘેટુ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી અશોકભાઇ નરભેરામભાઇ પટેલ રહે. ઘેટુ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબી જયદિપભાઇ મનજીભાઇ પટેલ રહે. મહેન્દ્રનગર ધર્મમંગલ સોસાયટી, તા.જી. મોરબી કિશોરભાઇ રામજીભાઇ પટેલ રહે. મહેન્દ્રગર, પટેલનગર સોસાયટી, તા.જી. મોરબી હરેશભાઇ દામજીભાલ પટેલ રહે. ઘેટુ, હરીનગર સોસાયટી, તા.જી, મોરબી
જયંતિભાઇ હરદાસભાઇ પટેલ રહે. ઘૂંટ, હરીનગર સોસાયટી, તા.જી. મોરબીને પોલીસે ઝડપી લીધા હતા

કામગીરીમા ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા કે.જે.ચૌહાણપોલીસ.સબ.ઇન્સ તથા એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલ હતાં

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here