મોરબીના વાંકાનેર પાસેથી ટ્રકના ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૧૬ કીમત.રૂપિયા ૭,૯૩,૦૫૦ ના મુદામાલ સાથે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો એક ફરાર..જુઓ વીડીયો

મોરબીના વાંકાનેર પાસેથી ટ્રકના ચોરખાનામાંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો નંગ-૨૦૧૬ કીમત.રૂપિયા ૭,૯૩,૦૫૦ ના મુદામાલ સાથે આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો એક ફરાર

મોરબી જીલ્લા એસ.પી રાહુલ ત્રિપાટીની સુચનાથી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ કે.જે.ચૌહાણ પોલીસ સબ ઇન્સપેકટર તથા એન.એચ.ચુડાસમા પોલીસ સબ ઇન્સપેકટર એલ..સી.બી. તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્ટાફના કર્મચારીઓ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પોલીસ.હેડ કોન્સટેબલ સુરેશભાઇ હુંબલ, પુથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા તથા પો.કોન્સ. વિક્રમભાઇ ફુગસીયાને સયુંકતમાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, વાંકાનેર થાન, રોડ તરફથી એક ટાટા ટ્રક નંબર-GJ-14-2-0224 વાળી વાંકાનેર બાઉન્ડ્રી તરફ જનાર છે. જે ટ્રકમાં ચોરખાનુ બનાવી તેમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂનો જથ્થો સંતાડી હેરાફેરી કરે છે. તેવી સચોટ મળેલ હકિકત આધારે વાંકાનેર-ચંદ્રપુર રોડ ઉપર હકિકત વાળી ટુકની વોચ ગોઠવતા ઉપરોકત ટ્રકમાંથી નીચે જણાવેલ ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલીનો જથ્થો તથા અન્ય મુદામાલ મળી આવતા એક ઇસમને પકડી પાડી વાંકાનેર સીટી પો.સ્ટે. ખાતે પ્રોફીબીશન ધારા તળે ગુનો રજિસ્ટર કરાવેલ છે

મુદામાલ સાથે પકડાયેલ આરોપી દિલીપભાઇ જગમાલભાઇ પઢારીયા ઉ.વ. ૩૮ રહે. હાલ રાજકોટ મોરબી રોડ, સદગુરૂ સોસાયટી ૨૫- વારીયા શેરી નં-૦૨ ૫૪૧ તા.જી.રાજકોટ મુળ ગામ ઇન્દ્રા તા.માણાવદર જી.જુનાગઢ તેમજ પકડવાનો બાકી આરોપી ધવલભાઇ કિશોરભાઇ વાઢેર રહે. રાજકોટ કુવાડવા રોડ, બેડીપરા, જુના જકાતનાકા પાસે શિવપરા પકડાયેલ આરોપી પાસેથી મેકડોવેલ્સ-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૮૪ કી.રૂ. ૩૧,૫૦૦/- મેકડોવેલ્સ-૦૧ કલેક્શન ઓરીજનલ વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૧૨૦ કી.રૂ.૨૨,૮૦૦/- મેકડોવેલ્સ-૦૧ કલેકશન ઓરીજનલ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૩૩૬ કી.રૂ.૩૩,૬૦૦/- ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની બોટલો નંગ-૧૩૨ કી.રૂ.૪૭,૫૨૦/- ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૯૬ કી.રૂ.૧૭,૭૬૦/-ઇમ્પીરીયલ બ્લુ સીલેકટ ગ્રેન વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૩૮૪ કી.રૂ.૩૮,૪૦૦/- બ્લુ સ્ટ્રોક વ્હીસ્કી ૩૭૫ મી.લી.ની બોટલો નંગ-૧૯૨ કી.રૂ.૨૮,૮૦૦- ડીસ્કાઉન્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની બોટલો નંગ-૬૭૨ કી.રૂ.૬૭,૨૦૦/-ટાટા ટ્રક રજી. નં. GJ-14-2-0224 કિ.રૂ.૫.૦૦૦૦૦/-એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫,૦૦૦/- રોકડા રૂપીયા-૪૭૦/- મળી એમ બોટલો નંગ-૨૦૧૬ પેટીઓ નંગ-૬૪ ની કી.રૂ.૨,૮૭,૫૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૭,૯૩,૦૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે

કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઈ કે.જે.ચૌહાણ એન.એચ. ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલ હતો.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here