મોરબી રણછોડનગર બન્યુ નર્કાગાર વરસાદી ગંદાદુર્ગંધ મારતા પાણીથી લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા વારંવાર લૈખિત રજુઆત છતા પાલીકાતંત્રની ઉંધ ઉડતી નથી લતાવાસીઓમા રોષ..જુઓ ગંદકી વીડીયો

મોરબી રણછોડનગર બન્યુ નર્કાગાર વરસાદી ગંદાદુર્ગંધ મારતા પાણીથી લતાવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા વારંવાર લૈખિત રજુઆત છતા પાલીકાતંત્રની ઉંધ ઉડતી નથી લતાવાસીઓમા રોષ

રણછોડનગરના લતાવાસીઓનો દુર્ગંધ મારતા ગંદાપાણીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ ગંદાપાણીના ભરાવાથી લોકોના સંડાસ બાથરુમમા પાણી ઉભરાવાથી હાજતે જવા લતાવાસીઓના ફાફા

મોરબી રણછોડનગર વિસ્તારમા નગરપાલીકા તંત્રના પાપે વરસાદી દુર્ગંધ મારતા ગંદાપાણીના તલાવડા ભરાતા રણછોડનગરના લતાવાસીઓએ વારંવાર લૈખિત રજુઆત કરવા છતા પાલીકાતંત્ર જાણે ભરનિંદ્રામા હોય તેમ પેટનુ પાણી પણ હલતુ નથી જેથી લતાવાસીઓમા ખુબજ રોષ જોવા મળી રહયો હતો આ વરસાદી ગંદાપાણીથી મચ્છરોનો ઉપદ્વવ ખુબજ મોટા પ્રમાણમા વધી રહયો છે જેથી લતાવાસીઓની મચ્છર અને દુર્ગંધના કારણે ઉંધ હરામ થઈ ગય છે અને મચ્છરોના ઉપદ્વવના કારણે રણછોડનગરમા ભયાનક રોગચાળો ફાટી નીકળવાની લતાવાસીઓમા દહેશત ફેલાઈ છે ત્યારે આ વરસાદી ગંદાપાણીના પ્રશ્રે નગરપાલીકા તંત્રને વારંવાર રજુઆત કરવા છતા જાડી ચામડીના જવાબદાર અધિકારીઓએ આંખઆડા કાન કરતા લતાવાસીઓએ “જાત મહેનત જીંદાબાદ” ના સુત્ર મુજબ ધેર ધેર થી નાણા ઉધરાવી ગંદાપાણીના નિકાલ માટે પ્રયાસ કર્યા હતા છતા નાના નાણકીય ઉધરાણી બજેટથી સંતોષકારક પ્રશ્ર હલ થયો ન હતો

બીજુ કે વરસાદી ગંદાપાણીના તલાવડા ભરાવાથી જમીનનુ પાણી સંડાસ બાથરુમમા ઉભરાવવાના કારણે લતાવાસીઓને બે થી ત્રણ મહિના સુધી કુદરતી હાજતે જવા ફાફા મારવા પડે છે તેમજ સ્કુલે જતા નાના ભુલકાઓ પણ ગંદા વરસાદી પાણી કીચડમાથી પસાર થવા મજબુર બન્યા છે છતા પાલીકાતંત્ર ભરનિંદ્રામા હોવાથી લતાવાસીઓ ભારે રોષ અને ફિટકાર જોવા મળ્યો હતો

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here