
મોરબી એસ.ઓ.જી. ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસના સંયુક્ત ઓપરેશનથી વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમ માંથી વાવેતર કરેલ લીલા ગાંજાના છોડના નંગ ૩૨૬ ૬૩ કિલ્લો ૪૫૦ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીને દબોચી લીધો
મોરબીના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાનાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા મોરબી વિભાગ, મોરબીનાઓએ નાર્કોટીક્સ પદાર્થનુ વાવેતર અને વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે વાંકાનેર તાલુકાના પોલીસ હેડ કોન્સટેબલ જયેશભાઇ ધનજીભાઇ મણસુરીયા નાઓને ખાનગી બાતમી મળેલ કે, ભીખુભાઇ પોલાભાઇ ડાભી જાતે કોળી રહે તરકીયા ગામની સીમ તા.વાંકાનેર જી.મોરબી વાળાએ પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં ગેરકાયદેસર વનસ્પતિ જન્ય ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે. તેવી ચોકકસ હકીકત મળેલ હોય જેથી સદરહુ જગ્યાએ શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.ઓ.જી.મોરબી તથા એસ.ઓ.જી.ટીમ તથા વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના શ્રી બી.પી.સોનારા, પો.સબ.ઇન્સ., તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સાથે રેઇડ કરતા નીચે જણાવેલ ઇસમ વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૩૨૬ વજન ૬૩ કિલો ૪૫૦ ગ્રામ કી.રૂ.૬,૩૪,૫૦૦/- સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરી અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધ્યો હતો
આરોપી ભીખુભાઇ પોલાભાઇ ડાભી જાતે કોળી ઉવ.૪૩ ધંધો ખેતીકામ રહે. તરકીયા ગામની પશ્ચિમે આવેલ સીમમાં ઢોરાવાળા નામે ઓળખાતા વાડીમાં તા.વાંકાનેર જીલ્લો મોરબી વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજાના છોડ નંગ-૩૨૬, વજન ૬૩ કિલો ૪૫૦ ગ્રામ કી.રૂ.૬,૩૪,૫૦૦/- ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધો હતો
આ કામગીરીએમ.પી.પંડ્યા પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી.મોરબી તેમજ બી.પી.સોનારા પોલીસ.સબ.ઇન્સપેકટર વાંકાનેર તાલુકાનાતેમજ એ.એસ.આઇ સબળસિંહ સોલંકી, ફારૂકભાઇ પટેલ તથા પો.હેડ કોન્સ. મુકેશભાઇ જોગરાજીયા તથા મહાવિરસિંહ પરમાર તથા જુવાનસિંહ રાણા તથા પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા તથા અશ્વિનભાઇ લોખિલ એસ.ઓ.જી.મોરબી. તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વનરાજસિંહ બાબરીયા તથા પો.હેડ કોન્સટેબલ જયેશભાઇ માણસુરીયા તથા વિઠ્ઠલભાઇ સારદીયા તથા મયુરધ્વજસિંહ જાડેજા તથા પોલીષ.કોન્સટેબલ ભિખુભાઇ વાળા વિગેરે જોડાયેલ હતા