કેશોદમા મહિલા પાસેથી દહેજ માંગવા અને શારીરિક માનસિક ત્રાસ IPC કલમ (૪૯૮ક)અને મારી નાખવા ની ધમકી આપવાના ગુન્હામાતમામ આરોપીઓ નિર્દોષ

કેશોદમા મહિલા પાસેથી દહેજ માંગવા અને શારીરિક માનસિક ત્રાસ IPC કલમ (૪૯૮ક)અને મારી નાખવા ની ધમકી આપવાના ગુન્હામાતમામ આરોપીઓ નિર્દોષ

કેશોદ પોલીસ સ્ટેશનમા ફરિયાદી ધારાબેન નિરવભાઈ ભૂત એ તેના પતિ અને સાસુ, સસરા અન્ય વિરુદ્ધ, શારીરિક માનસિક ત્રાસ અને દહેજ માંગવા અને જાન થી મારી નાખવાની ફરિયાદ આપેલ હતી કેશોદ પોલીસે આ કામના આરોપી ઓની અટકાયત કરી, કોર્ટમા રજુ કરેલ આ કામે ચાર્જસીટ થતા, આરોપીના વકીલશ્રીએ તમામ સાક્ષી ઓને તપાસી ઉલટ તપાસ લઇ, નામદાર કોર્ટ સમક્ષ, સત્ય હકીકત લાવી, ગુજરાત હાઈકોર્ટ ના વિવિધ ચુકાદા સાથે રાખી, ધારદાર, દલીલો કરી હતી નામદારકોર્ટેતમામપુરાવાઓ જુબાની ઓ, આરોપી ના વકીલ શ્રી એ કરેલ રજુવાતો, વિશેષ દલીલો ને કોર્ટે ધ્યાને લીધેલ હતી


વિશેષ મા કહ્યું હતું કે ફરિયાદ પક્ષે કોઈ વિશ્વનીય પુરાવો મળી આવ્યો નથી,તેમ જણાવી નામદાર કોર્ટે આ કામના તમામ આરોપી ઓ ને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો..આરોપી તરફે વિઠલાપરા સોલિસિટર્સ ના એડવોકેટ,
સી. એસ. વિઠલાપરા,સાગર સરવૈયા,બી.એમ.જેઠવા,
એલ.વી ભજગોતર, વિજય વણઝારા, કિરીટ ગોહિલ, એસ.ડી,ચાવડા, જે.ડી. બથવાર,કે.જી. ભીમાણી, પિ. બી. જેઠવા, એન. કે,ચુડાસમા,.આર. કે. દેત્રોજા.રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here