ચુડાનાં સમઢીયાળામાં જમીન પ્રશ્ન બન્યો લોહીયાળ બે સગા ભાઇઓની હત્યાનાં બનાવમાં ત્વરીત કાર્યવાહી કરતી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ જુઓ વીડીયો
મુખ્ય પાંચ આરોપીઓને ઝડપી લેતી પોલીસ અન્ય આરોપીઓ ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
ચુડા પોલીસ સ્ટેશનના પોલીસ.સબ.ઇન્સપેકટર ટી.જે.ગોહીલ તથા પોલીસ.સબ.ઇન્સપેકટર જે.બી.મીઠાપરાને તાત્કાલીક અસરથી કરાયા સસ્પેન્ડ
પોલીસ ની મળતી વિગતો મુજબ ગઇકાલનાં તા.૧૨/૦૭/૨૦૨૩ ના રોજ કલાક ૧૬/૦૦ વાગ્યાના અરસામાં ફરીયાદ પક્ષના આલજીભાઈ પ્રેમજીભાઈ પરમાર અને મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર તથા તેમનો પરીવાર સમઢીયાળા ગામની સીમ જમીનમા ટ્રેક્ટર લઇ ખેડાણ કરતા હતા. તે અરસામા અમરાભાઇ હરસુરભાઇ ખાચર, નાગભાઇ હરસુરભાઇ ખાચર, જીલુભાઇ ઉર્ફે ઘુઘાભાઇ અમરાભાઇ ખાચર મંગળુભાઇ અમરાભાઇ ખાચર રહે. આરોપીઓ નં. ૧ થી ૪ સુદામડા તા.સાયલા જી.સુ.નગર તથા ભીખુભાઇ ભોજભાઇ ખાચર, ભાણભાઇ રહે. નં. ૫ અને ૬ ગામ સમઢીયાળા તા.ચુડા જીલ્લો. સુરેન્દ્રનગર તથા બીજા ૧૨ થી ૧૫ અજાણ્યા આરોપીઓએ ભેગા મળી એકસંપ કરી ફરીયાદી તેમજ સાહેદો ઉપર જીવલેણ હુમલો કરી ફરીયાદી તથા સાહેદોને નાની મોટી ઇજાઓ પહોંચાડી તેમજ રૂ.૨,૦૦,૦૦૦/- ની ધાડ પાડેલ હોવાનો બનાવ બનેલ આ બનાવ ફરીયાદીની ખેતીની જમીનના માલીકી હક બાબતે ફરીયાદ પક્ષ તથા આરોપી પક્ષ વચ્ચે વિવાદ ચાલતો હોય અને આ વિવાદ બાબતે આરોપીઓ (૧) અમરાભાઈ હરસુરભાઈ ખાચર (૨) નાગભાઈ હરસુરભાઈ ખાચર દ્વારા ચુડા સીવીલ કોર્ટ ખાતે તા.૦૭/૦૭/૨૦૨૨ ના રોજ સીવીલ કેસ નં.૨૦૭/૨૨ નંબરથી દાખલ કરેલ હોય તેના મનદુ:ખના કારણે બનાવ બનવા પામેલ.આ બનાવની જાણ પોલીસને થતા લોકલ પોલીસ તાત્કાલીક સ્થળ પર પહોંચેલ અને આ કામના ઇજા પામનારને સારવાર અપાવેલ હતી. ઇજા પામનાર સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હોય, જેથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે માટે હોસ્પિટલ ખાતે તથા સમઢીયાળા ગામે તાત્કાલીક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ. સારવાર દરમ્યાન આલજીભાઈ પ્રેમજીભાઈ પરમાર અને મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર નું મૃત્યુ થતાં જે બાબતે તાત્કાલીક ફરીયાદ લઇ સદરહુ બનાવની ચુડા પો.સ્ટે. ખાતે ગુના રજીસ્ટર નંબર ૯૭/૨૦૨૩ આઇ.પી.સી ક.૩૦૨, ૩૯૬, ૩૦૭, ૩૨૬, ૩૨૫, ૩૩૫, ૪૨૭, ૧૨૦(બી), ૫૦૬(૨), ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ- ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫), ૩(૧)(જી), ૩(૧)(એફ) મુજબની ફરીયાદ તા.૧૩/૦૭/૨૦૨૩ ની રજીસ્ટર કરવામાં આવેલ છે. ગુનાને અંજામ આપી આરોપીઓ નાસતા ફરતા હોય આરોપીને પકડવા માટે અશોકકુમાર યાદવ, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધીક્ષક હરેશકુમાર દુધાત દ્વારા સુચના તથા માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ તથા સુરેન્દ્રનગર એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો ઉપરાંત મોરબી, જામનગર તથા રાજકોટ ગ્રામ્ય એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો બનાવી આરોપી શોધી કાઢવા કાર્યવાહી કરવામાં આવેલ અને આ બનાવના મુખ્ય પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે. તેમજ બાકીના આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બાબતે પ્રાથમીક દૃષ્ટિએ ચુડા પોલીસ સ્ટશેનના પીએસઆઇની બેદરકારી જણાઇ આવેલ હોય જેથી ચુડા પો.સ્ટે.ના પો.સ.ઇ. ટી.જે.ગોહીલ તથા તેમની અગાઉના પો.સ.ઇ. જે.બી.મીઠાપરાને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ કરવા માટે બેડીવાયએસપી, બે પોલીસ ઇન્સપેકટર તથા એક મહિલા પોલીસ સબ ઇન્સપેકટર સહિત પાંચ સભ્યોની ખાસ તપાસ ટીમની (SIT) ની રચના કરવામાં આવેલ છે. તથા સદરહુ કેસમાં ઝડપથી ટ્રાયલ પુરી થાય અને આરોપીઓને પુરતી સજા થાય તે માટે સ્પેશ્યલ પ્બલીક પ્રોસીક્યુટરની નિમણુંક પણ કરવામાં આવનાર છે.