રાજકોટના કાલાવડમાં પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ હાજરીમા કોલેજમાં વ્યાખ્યાન સાથે સન્માન સમારોહ પાંચ ભુવાના પર્દાફાશમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન થશે. નિકાવાના રાજેશ મારવીયા, ભોજાભાઈ ટોયટાનું વિશિષ્ઠ સન્માન કરાશે

રાજકોટના કાલાવડમાં પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ હાજરીમા કોલેજમાં વ્યાખ્યાન સાથે સન્માન સમારોહ પાંચ ભુવાના પર્દાફાશમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન થશે. નિકાવાના રાજેશ મારવીયા, ભોજાભાઈ ટોયટાનું વિશિષ્ઠ સન્માન કરાશે

તાજેતરમાં નિકાવા પાસે આણંદપર સ્મશાનમાં વિચિત્ર વિધિ-વિધાન કરનાર પાંચ ભુવાઓનો ભારત જન વિજ્ઞાન જાથા અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનની મદદથી પદાંફાશ કરવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન સાથે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવનું વ્યાખ્યાનનો ત્રિવિધ કાર્યક્રમનું આયોજન મંગળવાર તા.૧૮ મી જુલાઈએ સવા૨ે ૧૦ કલાકે કપુરીયા આર્ટસ કોલેજના મધ્યસ્થ ખંડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાલાવડ પંથકના બૌધ્ધિકો-જાગૃતોને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

વિજ્ઞાન જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે દેશભરમાં એકમાત્ર ફિલ્ડ ઉપર કામ કરતી સંસ્થાએ દસ હજારથી વધુ જનજાગૃતિના કાર્યક્રમો અને ૧૨૦૦ થી વધુ ધતિંગબાજોનો પર્દાફાશ કર્યો છે. દેશમાં ૨૮૦૦ થી વધુ ધૂણતા-સવારી આવતાની કપટલીલા જાથાએ બંધ કરાવી છે. દેશમાં હજુ પણ અમુક પરિવારોમાં નવા ભુવા સ્થાપવાની દુર્ભાગ્યપૂર્ણ પરંપરા ચાલુ છે તેને તિલાંજલિ આપવાના બદલે સ્મશાનના ખાટલા ઉપર વિધિ થાય ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે. પાંચ ભુવાઓના પર્દાફાશમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ. વી. પટેલ મેડમ, હેડ કોન્સ્ટે. ગિરીરાજસિંહ જેઠવા, પો. કોન્સ્ટેબલો ગોપાલભાઈ ચાવડા, કમલેશભાઈ ટોરીયા, સાગરભાઈ મકવાણા, માલદેવસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, પ્રકાશભાઈ બોરીચા, નિકાવાના આગેવાન રાજુભાઈ મારવીયા, ભોજાભાઈ ટોયટા, પ્રિન્સિપાલ ડૉ. એન. કે. ડોબરીયાનું સન્માન રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોક કુમાર યાદવ કરવાના છે. કપુરીયા આર્ટસ એન્ડ ગાર્ડી કોમર્સ કોલેજના છાત્ર-છાત્રાઓ, જાગૃતોની હાજરીમાં સન્માન કરવામાં આવશે.

કાલાવડ ધનજીભાઈ વસરામભાઈ પટેલ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રુસ્ટના તમામ ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખ રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રી, ટ્રસ્ટી પી. સી. મહેતાના યજમાનપદે સમારોહ યોજાવાનો છે તેમાં માનવજીવનમાં વિજ્ઞાનનું મહત્વ વ્યાખ્યાન પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ આપવાના છે. ગ્રામ્ય પંથકમાં બહોળો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. કે. ડોબરીયા, પ્રોફે. સુનિલ જાદવ, સમગ્ર પ્રાધ્યાપકો, કર્મચારીઓના સહયોગથી કરવામાં આવી રહ્યો છે. એન.સી.સી. ના કેડેટો-માર્ચ કરી મહેમાનોનું સ્વાગત કરશે.

કાલાવડ સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ. બી. વડાવીયા, સમગ્ર પોલીસકર્મીઓ, ગ્રામ્ય પોલીસ સ્ટેશન, કોલેજના પ્રાધ્યાપકો-સ્ટાફ ઉપરાંત જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, વિનોદ વામજા, ગુલાબસિંહ ચૌહાણ, મુકુલભાઈ અકબરી, નિર્ભય જોશી, નાથાભાઈ પીપળીયા, પ્રમોદ પંડયા, ભોજાભાઈ ટોયટા, જીજ્ઞેશ અમીપરા, ભાનુબેન ગોહિલ, શિલ્પાબેન સરાણી કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here