ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના સોનારીયા ગામમાં ભૂઈની પવિત્રંગલીલાનો પર્દાફાશ કરી બંધ કરાવી ૧૨૩૦મો સફળ પર્દાફાશ કરતુ વિજ્ઞાન જાથા

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળના સોનારીયા ગામમાં ભૂઈની પવિત્રંગલીલાનો પર્દાફાશ કરી બંધ કરાવી ૧૨૩૦મો સફળ પર્દાફાશ કરતુ વિજ્ઞાન જાથા

ઘરમાં ત્રણ ધૂણીને ભુઈને મદદ કરનારા જાથા સમક્ષ રડવા લાગ્યા. હોમ—હવનની વિધિના નામે વીશ હજારની ફી વસુલતી ભુઈ રડવા લાગી દિકરાની વહુ રિસામણે ગામના દુઃખ-દર્દ મટાડતી હતી. વા–કેન્સરના દર્દીને પગે દોરો બાંધી ઉપચાર કરતી હતી. ભુઈની આઠ વર્ષની કંપટલીલા કાયમી બંધ કરાવતું વિજ્ઞાન જાથા. પાટણ પોલીસ સ્ટેશન, જિલ્લા પોલીસ વડા જાડેજાની પ્રશંસનીય કામગીરી. ૧ પી.એસ.આઈ., ૪ મહિલા પોલીસ કર્મીઓ, ડી સ્ટાફ સહિત ૧૫ પોલીસની ફાળવણી કરતું તંત્ર. વિજ્ઞાન જાથાનો ૧૨૩૦ મો સફળ પર્દાફાશ.

ગીર સોમનાથ જિલ્લાના સોનારીયા ગામમાં ઘરમાં માતાજીનું સ્થાનક બનાવી છેલ્લા આઠ વર્ષથી ધૂણીને ધતિંગલીલા કરનાર ભુઈ ભેનીબેન જયંતિલાલ પરમારનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશનની મદદથી ૧૨૩૦ મો સફળ પર્દાફાશ કર્યો હતો. વા, કેન્સરના દર્દીઓની જીંદગી સાથે ખિલવાડ કરનાર ભુઈની કપટલીલા જાથાએ કાયમી બંધ કરાવી હતી,

બનાવની વિગત પ્રમાણે રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલયે સત્રાપાડાના પીડિત પરિવારે આપવિતીમાં માહિતી આપી તેમાં સોનારીયા ગામની ભઈ ભેનીબેન છેલ્લા ૧૫ વર્ષથી ઘરમાં માતાજીના સ્થાનકે લોકોના દુઃખ-દર્દ, સગપણ, અસાધ્ય રોગ મટાડવો, જોવાનું કામ કરે છે. ઘરના ત્રણ સદસ્યો ધૂણીને ભઈને મદદ કરી રૂપિયા હોમ-હવનના નામે ખંખેરે છે, પરિવારોને અંદરોઅંદર ઝગડો કરાવે, ખોટા નામ આપી વૈમનસ્ય ફેલાવે છે. ચાર દિકરા ધરાવતી ભુઈની ભાવેશની પત્નિ રિસામણે છે. બે કોમના પ્રેમી યુગલના લગ્ન કરાવી આપવા, વશીકરણને ધંધો બનાવી છેતરપિંડી કરે છે. ગામના લોકો નારાજ છે. જિલ્લા ઉપરાંત મુંબઈ સુધીના દુઃખી લોકો ભુઈ પાસે આવે છે. આખા ઘરનું ગુજરાન દોરા-ધાગાના કારણે ચાલે છે. વાકચાત્ય ધરાવતી ભઈના કરતુતો સંબંધી વાત મુકી હતી. ભઈના ત્રાસથી મુકત કરાવવા જાથા સમક્ષ હકિકત આવી હતી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાએ સોનારીયા ગામે ભઈની હકિકતની ખરાઈ કરવા ડમી તરીકે ભાનુબેન ગોહિલ, શિલ્પાબેન સુરાણી, વિનોદ વામજાને રૂબરૂ મોકલતા ભુઈદોરા-ધાગા, બિમારને સાજા કરવા, પગે દોરા બાંધવા અને હોમ-હવનના નામે રૂપિયા ખંખેરે છે તે હિંકકત સાચી હોવાનું સામે આવ્યું હતું તેથી પર્દાફાશ કરવાનું નક્કી થયું હતુંજાથાના પંડયાએ ગાંધીનગર ઉચ્ચ અધિકારીઓ, ગિર સોમનાથના એસ.પી., જુનાગઢ ના આઈ.જી.પી. સહિતને પત્ર પાઠવી પર્દાફાશ માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડા જાડેજા જાથાથી પરિચિત હોય વિશેષ પોલીસ બંદોબસ્ત ફાળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો


જાથાના જયંત પંડયાના વડપણ હેઠળ કાર્યકરો રવિ પરબતાણી, ગુલાબસંહ ચૌહાણ, વિનોદ વામજા, અંકલેશ ગોહિલ, સોહિલ રાજદેવ, ભાનુબેન ગોહિલ, શિલ્પાબેન સુરાણી, સ્થાનિક કાર્યકરો સાથે પ્રભાસપાટણ પોલીસ સ્ટેશને પહોંચી ગયા. પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેકટર મકવાણાને રૂબરૂ વાતચીત કરતાં પર્દાફાશ માટે પી.એસ.આઈ. એસ. એસ. ભુવા, હેડ કોન્સ્ટે, કનકસિંહ કાગડા, મહિલા પોલીસ કર્મીઓ અલ્પાબેન કરશનભાઈ, મનિષાબેન ભુપતભાઈતેજલબેન કિશોરનાથ, ભારતીબેન સૌસા, પો.કોન્સ્ટે. સુધીરભાઈ ભીખાભાઈ, પો.કોન્સ્ટે. પિયુષભાઈ કાનાભાઈ, કૈલાસસિંહ બારડ, કરણસિંહ બાબુભાઈ સહિત પોલીસવાન, ‘ડી’ સ્ટાફને પોતાના વાહન લઈને સોનારીયા ગામે ભઈના ઘરે જાથાનો કાફલો પહોંચી ગયો. ઘરના બધા સદસ્યો હેબતાઈ ગયા. ગામ આખું ઘટના સ્થળે પહોંચવા માંડયું જાથાના જયંત પંડયાએ ભઈ ભેનીબેનને પરિચય આપી ધતિંગલીલા કાયમી બંધ કરાવવા આવ્યા છીએ. હાજર જોવડાવવા આવેલા બે બહેનો પાસે વિગત જાણી શરૂઆતમાં ભઈનું શરીર કામ કરતું બંધ થઈ ગયું. પોલીસે હિંમત આપી સ્વસ્થ કર્યા. લોકોને ભ્રમમાં નાખવાના, કેન્સરના રોગી ઉપર ઉપચર કરવા કાયદામાં ગુન્હો બને છે. ભુઈ વિરૂદ્ધ પુરાવા મુકી આસ્થા સાથે ચેડા ન કરવા સલાહ આપી. ભુંઈમા અને પરિવાર ભાંગી પડયો હતો. શરણાગતિ સ્વીકારી કાયમી ત્રિંગલીલા બંધની ખાત્રી ઘરના બે ભુવાઓ પણ જાથા સમક્ષ કરવા લાગ્યા. પી.એસ.આઈ. ભુવાએ સમજાવટથી કામ લીધું. પોલીસ ડી સ્ટાફ, ઘરની બહાર વ્યવસ્થા સંભાળી. ભઈ ભેનીબેન અમે રૂપિયા લેતા નથી. મુંબઈથી લોકો જોવડાવા આવે છે. કેન્સરના દર્દીઓને સારુ થાય છે તેવી વાત કરતાં બધા હસી પડયા હતા. ભુઈનો દિકરો ભાવેશની ઘરવાળી ૬ મહિનાથી રિસામણે છે તેનો ઉકેલ ભઈ પાસે ન હતો. ભુંઈનો પતિ જેન્તીભાઈ પરિસ્થિતિ વારંવાર પગે લાગી મામલો પતાવવા રટણ કરતા હતા. મહિલા પોલીસ કર્મીઓએ ઘરના સદસ્યો ઉપર નજર રાખી હતી. કાયદો-વ્યવસ્થાની સતત દેખરેખ રાખી હતી.

કબુલાતનામામાં ભઈ મેનીબેન, પતિ જયંતિભાઈ દેવશીભાઈ પરમાર, ભવો ભાવેશે સહી કરી અંગુઠા મારી જાહેર કર્યું કે છેલ્લા આઠ વર્ષથી ઘરમાં દુઃખ-દર્દ, રોગ મટાડવાનું કામ કરતા હતા. આજથી જોવાનું, દોરા-બાંધવાનું, રોગ મટાડવાના તિંગ બંધની ખાત્રી આપીએ છીએ. જે લોકોને દુઃખ થયું હોય તેની જાહેરમાં માફી માંગીએ છીએ. લિંગનું બોર્ડ હાથમાં લઈ મામલો થાળે પાડયો હતો. ભઈના ઘર પાસે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા પરંતુ ભલામણ કરવા ગામમાંથી કોઈ આવ્યું ન હતું. ગામ નારાજ હતું.

જાથાએ પર્દાફાશ સફળ થવાના કારણે ગિર સોમનાથના એસ.પી. મનોહરસિંહ જાડેજા, પો. ઈન્સ. મકવાણા, અધિકારીઓનો આભાર માન્યો હતો. જિલ્લા પોલીસ વડાએ વિશેષ સંભાળ રાખી હતી. પોલીસનો મોટો સ્ટાફ ફાળવ્યો હતો. જાથાએ ૧૨૩૦ મો સફળ પર્દાફાશ કર્યો હતો.ભુઈના સફળ પર્દાફાશમાં જાથાના અંકલેશ ગોહિલ, વિનોદ વામજા, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, સોહિલ રાજદેવ, ભાનુબેન ગોહિલ, શિલ્પાબેન સરાણી, પોલીસ અધિકારીમાં ઈન્સપેકટર મકવાણા, પી.એસ.આઈ. ભુવા, હેડ કોન્સ્ટે. કનકસિંહ કાગડા, પિયુષભાઈ કાનાભાઈ, કરણસિંહ બાબુભાઈ, કૈલાસસિંહ બારડ, મહિલા પોલીસ કર્મીઓ અલ્પાબેન કરસનભાઈ, મનિષાબેન ભુપતભાઈ, તેજલબેન કિશોરનાથ, ભારતીબેન સોસા, ડી સ્ટાફે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here