
મોરબીની નામાંકિત ઓમ વી.વી.આઈ.એમ. કોલેજના બી.બી.એ. ડીપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓએ ભણતર સાથે ગણતરના હેતુથી આણંદ ખાતે અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત લીધી
મેનેજમેન્ટ ના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર ઔદ્યોગિક મુલાકાત નુ અનેરુ આયોજન
મોરબી શહેર ની નામાંકીત ઓમ વી.વી.આઈ.એમ. કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ભણતર ની સાથે ગણતર મળી રહે તેમજ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર વિવિધ કાર્યક્રમો નું આયોજન હરહંમેશ કરવા મા આવે છે ત્યારે તાજેતર મા કોલેજ ના બી.બી.એ. ડીપાર્ટમેન્ટ ના વિદ્યાર્થીઓને ઔદ્યોગિક પ્રવૃતિઓનુ પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સમગ્ર વિશ્વ ના સૌથી મોટા સહકારી ક્ષેત્ર ના એકમ અમુલ ડેરી તથા અમુલ ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત નુ આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
મેનેજમેન્ટ ના વિદ્યાર્થીઓ માં સંચાલકીય, વાણિજ્યિક તેમજ વ્યવસાયિક ગુણો નો વિકાસ થાય તે અનિવાર્ય છે ત્યારે મોરબી ની ઓમ વી.વી.આઈ.એમ. કોલેજ ના વિદ્યાર્થીઓ એ અમુલ ડેરી તથા ચોકલેટ પ્લાન્ટ ની મુલાકાત લઈ ત્યાંની ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટીંગ ની પધ્ધતિઓ, સંચાલકીય માળખુ, નીતીવિષયક નિર્ણયીકરણ તેમજ અમલ, હીસાબી પધ્ધતિઓ તથા અંકુશ પધ્ધતિઓ વિશે તલસ્પર્શી માર્ગદર્શન મેળવ્યુ હતુ. વિદ્યાર્થીઓ સાથે કોલેજ ના મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ ના શિવમ જાની સર, નિરવ વિઠ્ઠલાણી સર, સોનલ પટેલ મેડમ સહીત નો સ્ટાફગણ જોડાયો હતો જેમણે વિદ્યાર્થીઓને વિવિધ બાબતો નુ પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કર્યુ હતુ.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસઅર્થે કરાયેલ આ આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટીશ્રી નારૂભા જેઠવા સાહેબ, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સંસ્થા ના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, H.O.D. નિર્મિતભાઈ કક્કડ સહીતનાઓએ સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી