
રાજકોટના કાલાવડમાં પોલીસ કર્મીઓ સમાજ શ્રેષ્ઠીઓનું ભવ્યાતિત સન્માન થયું. કાલાવડ કપુરીયા આર્ટસ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા સંદેશ પાઠવ્યો રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવના હસ્તે દિપ પ્રાગટય કરાયુ સીટી, ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ઉત્કૃષ્ઠ કામગીરીની કદર કરતું વિજ્ઞાન જાથા વિજ્ઞાન જાથા માનવ–રાષ્ટ્ર ધર્મને વરેલી સંસ્થા છે જયંત પંડયા
રાજકોટના કાલાવડ ભીમજીભાઈ વશરામ પટેલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, ડી. કે. કપુરીયા આર્ટસ કોલેજ અને શ્રીમતિ એસ. બી. ગાર્ડી કોમર્સ કોલેજના મધ્યસ્થ ખંડમાં ભારત જન વિજ્ઞાન જાથાનો ભવ્યાતિત સન્માન સમારોહ સફળતાથી સંપન્ન થયો હતો. ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ, સમાજના શ્રેષ્ઠીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. ભારતની પ્રગતિનો આધાર પુરૂષાર્થ, શિક્ષણ, વિજ્ઞાન દ્રષ્ટિકોણ, સહિત વિવિધ મુદ્દાઓની છણાવટ કરવામાં આવી હતી.
કાર્યક્રમનું દિપ પ્રાગ્ટય રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવે કર્યું હતું. આ પ્રસંગે કોલેજના મંત્રી પી. સી. મહેતા ટ્રસ્ટી લાલજીભાઈ કપુરીયા, બટુકભાઈ કપુરીયા, પ્રિન્સિપાલ ડૉ. એન. કે. ડોબરીયા, પ્રોફેસર સુનિલ જાદવ, જાથાના જયંત પંડયા, ગોપાલભાઈ પટેલ, ભોજાભાઈ ટોયટા, પૂર્વ સરપંચ રાજેશભાઈ મારવીયા, પો.ઈન્સ. વાળા, પી.એસ.આઈ. વડાવીયા, એચ.વી. પટેલ મેડમ, પી.એસ.આઈ. પટેલ હાજરી આપી ત્રિવિધ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન પ્રિન્સિપાલ ડૉ. એન. કે. ડોબરીયાએ કોલેજની પ્રવૃતિઓની સવિગત માહિતી આપી હતી. અંધશ્રદ્ધાથી માનવજાતને નુકશાન થાય છે તેના દાખલા આપ્યા હતા. કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલનો શુભેચ્છા સંદેશ આપી યોગદાનની વાત કરી હતી.
ટ્રસ્ટના મંત્રી પી. સી. મહેતાએ વિજ્ઞાન જાથાની પ્રવૃતિ સમાજ ઉપયોગી સાથે વાસ્તવવાદ રાષ્ટ્રવાદ પ્રેરક હોય સૌ કોઈ આવકારે છે. કોલેજની શરૂઆતમાં મુશ્કેલીઓ તેનો સામનો સંબંધી રસપ્રદ ચિતાર રજૂ કર્યો હતો કાર્યક્રમના અધ્યક્ષ, ઉદ્દઘાટક, મુખ્ય વકતા પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે સંબોધતા જણાવ્યું કે બ્રહ્માંડની સૃષ્ટિમાં માનવને મગજ, બુધ્ધિ સવિશેષ પ્રમાણ હોય પ્રાકૃતિક નિયમોનું પાલન કરવું જરૂરી છે. દેશની પ્રગતિનો આધાર તર્કશીલ માનવી સાથે પુરૂષાર્થને પ્રાધાન્ય આપવું અત્યંત જરૂરી છે. દુનિયાભરમાં માણસની ઓળખ જરૂરી છે. જાતિવાદ, કોમવાદથી દેશને નુકશાન થાય છે. ભારતનું બંધારણ સર્વોપરી છે. બાબાસાહેબને યાદ કરી ન્યાયતંત્ર-સંવિધાનની ગરિમા જાળવવી નૈતિક ફરજ છે. જ્યોતિષ વિદ્યા-ફળકથનો કેવા બેવકુફ છે તેના દાખલા આપ્યા હતા. પોતે અભ્યાસ કરતા હતા તેના સહઅધ્યાયી મિત્રોને યાદ કરી શિક્ષણ સાથે પુરૂષાર્થ જ અંતિમ માર્ગ છે. વિજ્ઞાનથી માનવજાત સુખી-સંપન્ન થયો છે. માનવી હરણફાળ પ્રગતિમાં પરિબળો સંબંધી ઉપયોગી વાત કરી હતી. જાથાની પ્રવૃતિ સવાંગી ઉપયોગી છે. છેલ્લા ૩ર વર્ષથી અવિરત કામ કરવું કઠિન છે તેમાં સફળતા મેળવી છે વધુમાં પોલીસ મહાનિરીક્ષક અશોક કુમારે ૪૫ મિનિટના વકતવ્યમાં જ્ઞાતિઓ વચ્ચેના વાડા દૂર થવા જોઈએ. ઉચ્ચ-નીચના ભેદભાવોને તિલાંજલિ આપવી જોઈએ. દ્રઢ મનોબળ કેળવવા અનુરોધ કર્યો હતો. માનસિક નબળાઈથી પરિવારને નુકશાન થાય છે. શ્રદ્ધા-આસ્થાની મર્યાદિત રેખા હોવી જોઈએ. અંધશ્રદ્ધાથી માનવમાત્રને બરબાદી મળી છે તેથી અંધશ્રદ્ધાને દેશવટો સાથે મળીને આપીએ. વડાપ્રધાનની કામગીરીનો ઉલ્લેખ કરી છાત્ર-છાત્રાઓને પુરૂષાર્થ સાથે લક્ષ રાખવું જરૂરી છે. જાથાના કાર્યક્રમો સમાજ પ્રેરક હોય છે તેથી ગમે છે.
આઈ.જી.પી. અશોક કુમારે ભવ્યાતિત સન્માન કર્યું તેમાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ. વી. પટેલ, હેડ કોન્સ્ટે, ગિરીરાજસિંહ જેઠવા, પો. કોન્સ્ટેબલોમાં ગોપાલભાઈ ચાવડા, કમલેશભાઈ ટોરીયા, સાગરભાઈ મકવાણા, માલદેવસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, પ્રકાશભાઈ બોરીચા, નિકાવાના પત્રકાર ભોજાભાઈ ટોયટા, પૂર્વ સરપંચ રાજેશભાઈ મારવીયા, પ્રિન્સિપાલ ડૉ. એન. કે. ડોબરીયાને પ્રમાણપત્ર, મોમેન્ટો, ગીફટ ઉપરાંત સીટી પી.એસ.આઈ. વડાવીયા, નવા પોલીસ અધિકારી પટેલ, રેન્જના રીડર પો.ઈન્સ. વાળા, મંત્રી પી. સી. મહેતા, પ્રોફે. સુનિલ જાદવ, જાથાના કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલ, રવિ પરબતાણીનું સર્વોચ્ચ સન્માન કરવામાં આવ્યું હતું જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ કાર્યક્રમનો પરિચય આપી જણાવ્યું કે નિકાવા પાસે આણંદપર ગામના સ્મશાનમાં ટંકારીયા પરિવારે નવા ભુવા સ્થાપવા સ્મશાનના ખાટલે ચિત્ર-વિચિત્ર વિધિ-વિધાન કરનાર પાંચ ભુવાઓનો લોકહિતમાં પર્દાફાશ કર્યો હતો. ગ્રામ્ય પોલીસ સ્ટેશન આખો દિવસ કામમાં રોકાયું હતું તેની કદર કરવી સમાજની નૈતિક ફરજના ભાગરૂપે સમારોહ યોજવામાં આવ્યો સાથે નિકાવાના રાજેશભાઈ મારવીયા, ભોજાભાઈ ટોયટાની કદરરૂપે સન્માન કર્યું છે. કપુરીયા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. કે. ડોબરીયાએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા. ગામમાં નવો ઉત્સાહ ઉભો કર્યો તેનો આનંદ છે. કોલેજના એન.સી.સી., એન.એસ.એસ. કેડેટો અભ્યાસ કરતાં છાત્ર-છાત્રાઓ ગરિમાપૂર્ણ સમારંભના સાક્ષી બન્યા હતા.
વધુમાં જાથાના જયંત પંડયાએ નિકાવા-કાલાવડના પત્રકાર મિત્રો જાથાને દિલથી મદદ કરી જનજાગૃતિ કાર્યક્રમને વેગ અપાવવામાં સિંહ ફાળો આપ્યો. જાથાએ લોકચળવળથી જ પોતાનું નામ બનાવ્યું છે, તેમાં સૌ કોઈ મદદ કરે છે આભારવિધિ પી.એસ.આઈ. મેડમ એચ. વી. પટેલ, સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફે. સુનિલ જાદવે કર્યું હતું. બધાને જકડી રાખ્યા હતાકાર્યક્રમની સફળતા આર્ટસ-કોમર્સ કોલેજના અધ્યાપકો, કર્મચારીઓ, ટ્રસ્ટીઓ, સીટી-ગ્રામ્ય પોલીસ કર્મીઓ, જાથાના દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, વિક્રમ કંગશીયા, નિર્ભય જોશી, જીજ્ઞેશ અમીપરા, મુકુલભાઈ અકબરી, ગોપાલભાઈ પટેલ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ભોજાભાઈ ટોયટા, ભાનુબેન ગોહિલ, શિલ્પાબેન સરાણી, હર્ષાબેન વકીલ, મહિલા પ્રોફેસર, શાપરના ભગવાનજીભાઈ પટેલ, અનેક કાર્યકરોએ મદદ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો