મોરબીમા ચેક રીર્ટન કેસમાં આરોપી જીતેન્દ્ર ધીરજલાલ કાલરીયાને એક વર્ષની સજા અને ૬ લાખનો દંડ ફટકારતી નામદાર એડીશનલ જયુડીશીયલ કોર્ટ

મોરબીમા ચેક રીર્ટન કેસમાં આરોપી જીતેન્દ્ર ધીરજલાલ કાલરીયાને એક વર્ષની સજા અને ૬ લાખનો દંડ ફટકારતી નામદાર એડીશનલ જયુડીશીયલ કોર્ટ

ફરીયાદીની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે,આરોપી જીતેન્દ્ર ધીરજલાલ કાલરીયા અને ફરીયાદી મંજરહુસેન અબ્દુલભાઈ વડાવરીયા મીત્ર હોય અને બન્ને એકબીજાને સારી રીતે ઓળખે હોય. આરોપીને એકાદ વર્ષ પહેલા અંગત જરૂરીયાત માટે રૂ।.૩,૦૦,૦૦૦/– ની જરૂરીયાત પડતા આરોપીએ ફરીયાદીને જણાવેલ કે તેને રૂપીયાની જરૂર છે. અને હાથ ઉછીના રૂા.૩,૦૦,૦૦૦– વગર વ્યાજે ફરીયાદીએ આરોપીને એક માસમાં પરત આપી દેવાની શરતે આપેલ હતા. ફરીયાદીએ આરોપીને રકમ આપ્યા બાદ અવાર નવાર રકમ માંગતા આરોપી આપતા ન હોય તેથી ફરીયાદીએ આ કામના આરોપીને પોલીસ ફરીયાદ કરવાનું કહેતા ફરીયાદીએ આરોપીને આઈ.ડી.બી.આઈ. બેંકનો મોરબી બ્રાંચનો સહી કરીને ચેક આપેલ. જે ચેક ફરીયાદીએ તેમના ખાતામાં વસુલવા નાખતા ચેક ફંડ ઈનસફીસીયન્ટના શેરા સાથે પરત ફરેલ. જેથી ફરીયાદીએ આ કામના આરોપીને વારંવાર ચેક રીર્ટન થયાની જાણ કરેલ, છતાં આરોપીએ ફરીયાદીને કોઈ જવાબ આપેલ નથી. જેથી ફરીયાદીએ આરોપીને તા.૦૮/૦૨/૨૦૨૧ ના રોજ રજી.એડી. પોસ્ટ મારફત નોટીસ મોકલાવેલ છતા નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદી ધ્વારા આ કામના આરોપી વિરુધ્ધ ભારતીય વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલશ્રી જે.ડી. સોલંકી મારફત મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરાવેલ હતી

સદરહુ કેસ મોરબીના મહે. એડીશનલ જયુડીયલ મેજીસ્ટ્રેટ ફ.ક સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વીરુદ્ધ સમન્સ ઈસ્યુ કરેલ છતા આરોપી કોર્ટમાં હાજર ન રહેતા આરોપી વીરુધ્ધ અંતે ધરપકડ વોરંટ ઈસ્યુ કરાતા આરોપી કોર્ટમાં હાજર રહેલ બાદમાં ફરીથી ગેરહાજર રહેતા અને ફરીયાદ પક્ષના પુરાવા દરમ્યાન આરોપી ગેરહાજર રહેલ. જેથી આરોપીની ગેરહાજરીમાં કોર્ટ કાર્યવાહી આગળ ચલાવેલ અને ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં ફરીયાદ પક્ષ દવારા કરવામાં આવેલ તમામ દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી જીતેન્દ્ર ધીરજલાલ કાલરીયાનાઓએ ફરીયાદીને ફોજદારી કાર્યવાહીના કાયદા, ૧૯૭૩ ની કલમઃ- ૩૫૭ (૧) મુજબ વિવાદીત ચેકની બાકી નીકળતી રકમ રૂા. ૩,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ લાખ પુરા)ની ડબલ રકમ રૂા.૬,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા છ લાખ પુરા) નો દંડ ફરમાવવામાં આવેલ છે અને આરોપી વળતરની રકમ ભરવામાં કસર કરે તો વધુ ૯૦ (નેવું) દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે મોરબીના યુવા એડવોકેટ શ્રી જે.ડી. સોલંકી રોકાયેલા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here