૩૧મી જુલાઈએ સોમવારે રાત્રે અવકાશમાં ધૂમકેતુ પસાર થશે બ્રહ્માંડના અંતરિક્ષ નજીકથી સૂર્ય-પૃથ્વી પાસેથી સી/૨૦૨૧ ટી-૪ લેમન નામનો ધૂમકેતુ પસાર થશે… વિજ્ઞાન જાથા

૩૧મી જુલાઈએ સોમવારે રાત્રે અવકાશમાં ધૂમકેતુ પસાર થશે બ્રહ્માંડના અંતરિક્ષ નજીકથી સૂર્ય-પૃથ્વી પાસેથી સી/૨૦૨૧ ટી-૪ લેમન નામનો ધૂમકેતુ પસાર થશે… વિજ્ઞાન જાથા

૩૧મી એ રાત્રીના સાડા આઠ કલાકે ધૂમકેતુ પસાર થશે. પૃથ્વીવાસીઓ ઉપર લેશમાત્ર ખતરો નથી ધૂમકેતુનો ઉદય સાંજે ૪ કલાક ને ૫ મિનિટ, અસ્ત રાત્રિના ૧ કલાક ૧૬ મિનિટ. અવકાશમાં અનેક પિંડો વણશોધાયેલા વિહાર કરે છે. રાજયમાં વિજ્ઞાન જાથા ખગોળીય ઘટના સંબંધી લોકોને માહિતગાર કરશે

અવકાશી ખગોળીય ઘટના સંબંધી લોકોને ભારત જન વિજ્ઞાન જાથા અવારનવાર માહિતગાર કરે છે. દેશભરમાં જાથા લોકોને આકાશ તરફ નજર કરતા થાય તેનું અભિયાન ચલાવે છે. આગામી જુલાઈ ૩૧ મી સોમવારે રાત્રિના સાડા આઠ કલાકે બ્રહ્માંડના અંતરિક્ષ નજીકથી સૂર્ય-પૃથ્વી પાસેથી સી/૨૦૨૧ ટી-૪ લેમન નામનો લેમન ધૂમકેતુ ઉલ્કાપિંડ પસાર થવાનો છે જેનો ચળકાટ ૮, ૪ હોવાના કારણે વિજ્ઞાન ઉપકરણથી જોઈ શકાય તેમ છે. આ ધૂમકેતુ પસાર થવાનો હોય પૃથ્વીવાસીઓ ઉપર લેશમાત્ર ખતરો નથી,

જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આગામી સોમવાર તા. ૩૧ મી એ રાત્રીના ૮ કલાક છત્રીસ મિનિટે રાજકોટ સ્થિતિએ અવકાશમાં સી/૨૦૨૧ ટી-૪ નામનો લેમન ધૂમકેતુ પસાર થવાનો છે, જે ૨૪.૭ ડિગ્રીએ જોવા મળશે. સૂર્યથી ૧૨ મિનિટ ૪૦ સેકન્ડ અને પૃથ્વીથી ૫ મિનિટ ૪૦ સેકન્ડ લાઈમ ટાઈમ રહેશે. આ ધૂમકેતુનો ઉદય સાંજે ૪ કલાક ને ૫ મિનિટે થવાનો છે. મધ્ય અવકાશે ૮ કલાક ૩૬ મિનિટે અને અસ્ત રાત્રિના ૧ કલાક ને ૧૬ મિનિટે થવાનો છે.

વધુમાં પંડથા જણાવે છે કે સૂર્યથી અંતર ૨૨૧૮૫૩૬૪૨.૨૪૬ કિલોમીટર અને પૃથ્વીથી અંતર ૧૦૧૮૮૦૧૩૫૧,૦૧૧ કિલોમીટર આ ધૂમકેતુનું રહેવાનું છે અંતમાં આગામી સી/૨૦૨૧ ટી-૪ લેમન નામનો ધૂમકેતુ પસાર થવાનો છે તે સંબંધી લોકોને સવિશેષ માહિતી મળે તેવા જાથાએ પ્રયત્નો આદર્યા છે. આકાશમાં બનતી ઘટનાઓ રોચક હોય છે. યુતિ, ગ્રહણો, ગ્રહોનું નિદર્શન જાથા અવાર-નવાર ગોઠવે છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here