
મોરબી જીલ્લાના હળવદ તાલુકામા અગાઉ ફરજ બજાવતા પીએસઆઈ ધાંધલ અને બુટલેગર સાથે હપ્તાખોરીની કથિત ઓડીયો કલીપ વાઈરલ થતા પોલીસ બેડામા ખળભળાટ પીએસઆઈના નામે પોલીસ કર્મચારી હપ્તો ઉધરાવતા હોવાની કથિત ઓડીયો કલિપમા ચર્ચા
મોરબી જીલ્લાના હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમા અગાઉ પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા અને હાલે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સપેકટર ધાંધલ અને હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતો દેશીદારુનો ધંધો કરતો બુધીયો નામના યુવાન સાથે ખાખીની હપ્તાખોરી પૈસાની લેતીદેતીનો કથીત ઓડીયો વાઈરલ થતા પોલીસબેડા સહિત લોકોમા ખળભળાટ મચી ગયો હતો આ બને વચ્ચેની વાતચિતનો કથિત ઓડીયોની મોરબી માસ્ટર પૃષ્ટી કરતુ નથી પરંતુ આ કથિત ઓડીયો કલિપ વાઈરલ થતા પોલીસ કર્મચારી જે પી.એસ.આઈના નામે હપ્તાખોરી કરતા હોવાની ચર્ચા થાય છે ઓડીયો કલિપમા તેની સામે વિરુધ્ધ કડક કાર્યવાહી થશે કે પછી આવુ તો ચાલ્યા કરે તેવુ સમજીને ધી ના ઠામ મા ધી પડી જશે તેવી લોકચર્ચા જાગી છે