જામનગર જિલ્લા ખડ ધોરાજીમાં મૂર્તિ દૂધ પીવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા કાનુડો દૂધ પીવાની ઘટના મા-દિકરીની મિલીભગત બહાર આવી મૂર્તિનું દુધ પીવાના કારણમાં વિજ્ઞાનના તથ્યો જાહેર કર્યાં ભાયાણી પરિવારે માફી માંગતા મામલો થાળે પડયો.

જામનગર જિલ્લા ખડ ધોરાજીમાં મૂર્તિ દૂધ પીવાની ઘટના બોગસ સાબિત કરતું વિજ્ઞાન જાથા કાનુડો દૂધ પીવાની ઘટના મા-દિકરીની મિલીભગત બહાર આવી મૂર્તિનું દુધ પીવાના કારણમાં વિજ્ઞાનના તથ્યો જાહેર કર્યાં ભાયાણી પરિવારે માફી માંગતા મામલો થાળે પડયો.

કાલાવડના ખડ ધોરાજીમાં મૂર્તિનું દૂધ પીવું નર્યું તુત સાબિત… વિજ્ઞાન જાથા ભાયાણી પરિવારે ચમત્કાર સર્જાતા, ગામ ગાંડુ કરતા ભાંડાફોડ થયો કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, એસ.પી. કચેરીની પ્રશંસા કરતું જાયા.વિજ્ઞાન જાથાનો ૧૨૩૨ મો સફળ પર્દાફાશ.

ભારતમાં વર્તમાન સમય ત્યૌહાર, ધાર્મિક ઉજવણી, આસ્થા, પૂજા, પાઠ, અર્ચનનો ચાલી રહ્યો છે તેવા સમયે ચમત્કારોની હારમાળા સર્જાતી રહે છે. તેવામાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસેના ખડ ધોરાજી ગામમાં ભાથાણી પરિવારના ઘરમાં કાનુડાની મૂર્તિએ દૂધ પીવાનું કાતુક જાહેર થવાથી લોકોના ટોળેટોળા દર્શન કરવા આતુર બન્યા હતા, ગામ આખું ધન્યતા અનુભવી રહ્યું હતું. તેવામાં ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે રૂબરૂ મુલાકાત કરવાથી સમગ્ર ઘટના નયું તુત સાબિત થયું હતું. પરિવારના મોભીએ માફી માંગી ભૂલ કબુલતા મામલો થાળે પડયો હતો. વિજ્ઞાન જાથાનો ૧૨૩૨ મો સફળ પદાફાશમાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન, નિકાવા આઉટ પોસ્ટની પ્રશંસનીય કામગીરીમાં જોડાયા હતા.

બનાવની વિગત પ્રમાણે જામનગર જિલ્લાના ખડ ધોરાજી ગામે અતલભાઈ શિવાભાઈ ભાયાણીના ઘરે દિકરી ક્રિશ્નાને ભગવાન કાનુડો દૂધ પીવે છે, દૂધ ઢોળાતું નથી, કપડામાં દેખાતું નથી તેવું લાગતા માતા કાજલબેન, બાદ પરિવારના સભ્યોની ખબર પડી. બાદ પરિવાર-કુટુંબ દર્શને આવવા લાગ્યું. ગામ આખાને ખબર પડી ગઈ તેવામાં લોકોના ટોળેટોળા દર્શને આવવા લાગ્યા. ચમત્કાર જોવામાં કોઈ રહી જાય નહિ, કામ-ધંધો મુકીને પગે લાગવા આવવા માંડયા. ધન્યતા અનુભવવા લાગ્યા. ગામમાં કાનુડાનું અલગ મંદિર બનાવવાની ચહલપહલ થવા લાગી, ફાળો શરૂ કરો તો પહેલા મારું નામ લખજો તેવી વાત થવા લાગી. કાનુડો માખણ છોડી દૂધ કેમ પીવે છે તેવા તુક્કા મુકવામાં આવ્યા. ધર્માંધતામાં લોકો ગળાડુબ બન્યા. દર્શનમાં મહિલાઓએ આગળ પડતું સ્થાન લીધું, માખણનો પ્રસાદ ધરી ગામમાં વહેંચવામાં આવ્યો. કાનુડાએ ગામ આખાને ઘેલું કર્યું. ભાયાણી પરિવારને સ્વર્ગનો અનુભવ થવા લાગ્યો. ગોપીઓ આકાશમાંથી આવશે તેવા અધીરા સ્વપ્ન જોવા લાગ્યા. જન્માષ્ટમીનો ઉત્સવ માહોલ ગામમાં ઉભો થઈ ગયો. ભગવાન કાનુડાને ખડ ધોરાજી ગમી ગયું છે તેવો ભાવ થયો. સોશ્યલ મિડીયામાં કાનુડાએ દૂધ પીવાની ઘટના છવાઈ ગઈને આજબાજુથી દર્શને આવવા લાગ્યા. ઘરમાં કાનુડાના વધામણા શરૂ થઈ ગયા. ઘરના સદસ્યોને જગ્યા મળતી ન હતી. ભાયાણી પરિવારે પંથકને ગાંડુ કર્યું, લોકોને ચમત્કાર જોવા મજબુર કર્યા. જાનપખાલ વગાડવાવાળાએ જન્માષ્ટમી આ ઘરે જ ઉજવવાનું નક્કી કરી લીધું. થાળી-ઝાલર વગાડવાની તૈયારી આરંભી દીધી. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આ સમગ્ર પ્રકરણની તપાસ માટે વિજ્ઞાન જાથાના કાર્યાલયે ટેલીફોન, મોબાઈલ ઉપર માહિતી આપી ચમત્કાર બાબતે સત્ય હકિકત મુકવા રજૂઆત કરવામાં આવી. ધાર્મિક માહોલમાં લોકો છેતરાય નહિ તેવી વાત મુકવામાં આવી, વિજ્ઞાન જાથાએ ખરાઈ કરવાનું નક્કી કર્યું જાથાના ચેરમેન જયંત પંડયાએ નિકાવાના ભોજાભાઇ ટોયટા અને ભાનુબેન ગોહિલને ખાનગીમાં મોકલી તપાસ કરાવી, જેમાં બંને સદસ્યોએ કાનુડાનું દૂધ પીવાની ઘટનામાં વિજ્ઞાનના તથ્યો રહેલા છે. બાકી લાગણી, કાનુડા પ્રત્યેનો પ્રેમમાં ચમત્કાર માનવસર્જિત હોવાનો રીપોર્ટ મુકો જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ પદાફાશની તૈયારી આરંભીને રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોક કુમાર યાદવ, જામનગર જિલ્લા એસ.પી. ને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી. જામનગર એસ.પી કચેરી, એલ.આઈ.બી. જિલ્લા પોલીસ કંટ્રોલે વધુ અંધશ્રદ્ધા ફેલાય નહિ, અફવામાં લોકો દોરવાય નહિ તે માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. મેડમ એચ. વી. પટેલને જરૂરી સૂચના મોકલી જાથાને પુરતો પોલીસ સ્ટાફ ફાળવવા અને નિકાવા આઉટ પોસ્ટના પોલીસ કર્મીઓ ફાળવવામાં આવ્યા જાથાના ચેરમેન જયંત પંડયા, સદસ્યો, કાલાવડ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ એ.એસ.આઈ. ગિરીરાજસિંહ જેઠવા, પો.કોન્સ્ટે. કમલેશભાઈ ટોળીયા, પો.કોન્સ્ટે. સાગરભાઈ મકવાણા, ખડ ધોરાજી ગામે અતુલભાઈ શિવાભાઈ ભાયાણીના ઘરે પહોંચી ગયા. જાથાનો પરિચય આપી મૂર્તિ દૂધ કેવી રીતે પીવે છે તેની માહિતી મેળવી, ક્રિશ્ના દિકરીએ પોતાને માહિતી મળી તે આધારે દૂધ પીવડાવતા કાનો દૂધ પીવા માંડયો, માતા કાજલબેન કૌતુકમાં જોડાયા. મા-દિકરીએ પરિવારોને વાત કરી, ક્રિશ્નાએ ઈન્ટરવ્યુ આપવાનું શરૂ કરી દીધું, હરખ ખૂબ જ હતો, અતુલભાઈની જાણ બહાર હતું પરંતુ ઘરે લોકોને દર્શને આવતા હતા તે ગમતું હતું, નિકાવામાં સૌરકમનો ધંધો કરતા અતુલભાઈ ભાયાણી જાથાની કામગીરીથી પરિચય હોય મુલની કબુલાત આપી દીધી.

જાથાના ચેરમેન જયંત પંડયાએ કાનુડાની મૂર્તિમાં દૂધ-પાણી પીવાની ઘટનાનું રિહર્સલ કરી કૌતુકનું રહસ્ય બધાની હાજરીમાં ખોલી નાખ્યું, તેની પાછળના કારણો રજૂ કર્યા. ઉપસ્થિત લોકો જાથાની સાથે હતા, અતુલભાઈ અંધશ્રદ્ધા-અફવા અટકાવી ન શકયા તે મોટી ભૂલ હતી. જાથાએ મીઠો ઠપકો આપી ભવિષ્યમાં આવી હરક્ત ન કરવા સલાહ આપી. કાયદામાં ગુન્હો બને છે તે સંબંધી વાત ઉચ્ચારી. ઘરના બધા સદસ્યો ભાંગી પડયા હતા. ભુલ કબુલી લીધી મામલો થાળે પડયો. નિકાવા આઉટ પોસ્ટના પોલીસ કર્મીઓએ કાયદો-વ્યવસ્થા જાળવવાનું કામ કર્યું વિજ્ઞાન જાથાએ કાનુડાની મૂર્તિ દુધ પીવાની ઘટના નયું તુત સાબિત કરેલ, દૂધ પીવાના કારણો આપી દીધા, લોકોને ગુમરાહ ન થવું, અંધશ્રદ્ધા અફવામાં દોરવાવું નહિ તેવી અપીલ કરી દીઘી, દૂધ પીવું તેનો પ્રયોગ રજૂ કરી બોગસ, અવૈજ્ઞાનિક સાબિત કર્યું, મા-દિકરીની મિલીભગત તારણમાં આવ્યું. ચમત્કારોમાં રૂચિ રાખનારાને બરબાદી–અધોગતિ મળે છે, ખડ ધોરાજીની સમગ્ર મૂર્તિનું દૂધ પીવાની ઘટના બોગસ સાબિત કરી હતી. જાથાએ ૧૨૩૨ મો સફળ પદાફાશ કર્યો હતો પર્દાફાશની કામગીરીમાં જાથાના નિકાવાના ભોજાભાઈ ટોયટા, અંકલેશ ગોહિલ, જીજ્ઞેશ અમીપરા, ભાનુબેન ગોહિલ, કાલાવડ ગ્રામ્ય પો.સ્ટેશનના પી.એસ.આઈ. મેડમ એચ. વી. પટેલ, એ.એસ.આઈ. ગિરીરાજસિંહ જેઠવા, પો.કોન્સ્ટે. કમલેશભાઈ ટોળીયા, પો.કોન્સ્ટે. સાગરભાઈ મકવાણા, સ્થાનિક કાર્યકરો જોડાયા હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here