
મોરબી તાલુકાના વિસ્તરણ અધિકારી ખેતી અને મહેન્દ્રનગર ગ્રામપંચાયત વહિવટદાર અતુલભાઈ ચાવડાના જન્મદિવસે અભિનંદનની વર્ષા
મોરબી તાલુકા વિસ્તરણ અધિકારીશ્રી ખેતી અને મહેન્દ્રનગર ગ્રામ પંચાયતના વહીવટદાર અતુલભાઇ ચાવડાનો આજે જન્મ દિવસ હોય તાલુકા પંચાયત જીલ્લા પંચાયતના અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારી સ્ટાફ દ્રારા તેમજ મહેન્દ્રનગર ગ્રામપંચાયત દ્રારા અતુલભાઈ નું જીવન એક સાદગી અને ઉત્તમ વિચારો સાથેનું હોય હરહમેંશા પોતાના જીવનમા બીજાની ચિંતા કરી બીજાના દુઃખમાં સહભાગી થવું માનવધર્મ એજ મહાન ધર્મમાં માની હમેશા પ્રજાહિતમાં કેમ ઉપયોગી થવું એ વિચારસરણી સાથે દરેક પ્રશ્નનો સહેલાઈથી ઉકેલ લાવી ખુશીની ઉર્જા આપવી અને યોગ્ય માર્ગદર્શન આપવું આવા વિચારો સાથે લાઈફમા જીવન ગુજારનાર અતુલભાઈ ચાવડાનો આજે જન્મ દિવસ હોવાથી તેના મોબાઈલ પર તેમજ રુબરુ મળી તમામ અધિકારી પદાધિકારી સગાસ્નેહીઓ કર્મચારી સ્ટાફ અને મિત્રસર્કલે અનેક ગણી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા આજે જન્મદિવસની ખુશીમા ચાવડા પરીવાર સાથે મનભાવતા ભોજન કરી જન્મદિવસની ખુશી મનાવશે