
વેરાવળ જાલેશ્વર ખાતે અકબરશાહબાબા ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા શહિદે-એ-આઝમ ઇમામ-એ-હશન(ર.અ.) અને અકબરશાહબાબા નિમિત્તે શાનદાર ઉત્સાહભેર ઉજવણી કરાઈ
વેરાવળનાં જાલેશ્વર ખાતે અકબરશાહબાબા ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પીરે તરીકત પીર અર્બ્દુરહીમમીંયા કાદરી (મોરબીવાળા) ની ઉપસ્થિતિમાં શહિદે-એ-આઝમ ઇમામ-એ-હશન(ર.અ.) અને અકબરશાહબાબા પ્રસંગે ન્યાઝ અને તકરીરનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ. તેમાં મોરબીવાળા બાપુએ તેમની જોશીલી અને અસરકારક વાણીથી તકરીર કરી હિન્દુ-મુસ્લિમના ભેદ-ભાવથી પર રહી, પરસ્પર ભાઈચારો કેળવી, એકતા કાયમ રાખવા પર ભાર મુકી ગરીબ નવાઝે આપેલા આદેશ મુજબ ગરીબો અને નિ:સહાય લોકોને મદદ કરવાની રાહે ચાલવા અપીલ કરેલ. તેમજ તેઓ દ્વારા તમામ માટે દુઆઓ કરવામાં આવી હતી. ઉપરાંત ઉપસ્થિત તમામ શ્રોતાઓને આજનાં યુગમાં બાળકોને શિક્ષણ તરફ આગળ વધવા મોરબીવાળા બાપુએ અનુરોધ કર્યો હતો.
ઉપરાંત પીરે તરીકત પીર અર્બ્દુરહીમમીંયા કાદરી (મોરબીવાળા) નાં અધ્યક્ષપણા હેઠળ અકબરશાહબાબા ચેરીટેબલ ફાઉન્ડેશન નામે ટ્રસ્ટ ઉભું કરવામાં આવેલ છે. જેનો રજીસ્ટર નંબર એફ/૪૩૪૪ છે જે જુનાગઢ ખાતેથી રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ નિ:સહાય, વિધવા અને ગરીબ લોકોની મદદ કરવાનો છે. જેનાં બેન્ક એકાઉન્ટની ડીટેલ આ પ્રમાણે છે. AXIS BANK, A/C NO. 923020032066764 અને IFSC UTIB0000252 છે. તો આપ પણ મદદ કરી પોતાનું અમુલ્ય યોગદાન આપી શકો છો. વધુ વિગત માટે મો.૮૪૬૯૯-૩૧૭૮૧ ઉપર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો.