
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ખાખરેચી ગામ સમસ્ત જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ ખાખરેચી શ્રીકૃષ્ણ જન્મોત્સવના રંગે રંગાયુ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી માનવ મહેરામણ ઉમટયો જુઓ વીડીયો
માળીયામિયાણાના ખાખરેચી ગામે આજરોજ જન્માષ્ટમી નિમિતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તે દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ગોકુલ આઠમના પાવન પર્વ નિમિત્તે ખાખરેચી ગામ સમસ્ત શોભાયાત્રા સમિતિ દ્વારા વર્ષો વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાની સાથે મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમા બાળ કૃષ્ણની સાથે શોભાયાત્રા સવારે ૮ વાગ્યે નકલંક મંદિરથી પ્રસ્થાન થઈ ગામની શેરીઓમા ફરી ઠેર-ઠેર મટકી ફોડી રાસગરબાની રમઝટ બોલાવી હતી જે શોભાયાત્રા બપોરે ૧૨ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર શાંતિપૂર્ણ વાતાવરણમાં પહોંચી હતી જ્યાં જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં બાળકૃષ્ણ દ્વારા મટકી ફોડી ઉપસ્થિત હજારોની સંખ્યામાં માનવ મહેરામણે વધામણા કરી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીના નાદ સાથે જડેશ્વર મહાદેવ મંદિર ગુંજી ઉઠ્યું હતું શોભાયાત્રા દરમિયાન જડેશ્વર મહાદેવ મંદિરે માળીયા પીએસઆઇ સહીતનો પોલીસ કાફલો સ્થળ પર સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને શોભાયાત્રાના રૂટ પર ટ્રાફીક ન સર્જાય તે માટે જીઆરડી જવાનો ખડેપગે રહી ફરજ બજાવી હતી અત્રે ઉલ્લેખનીય છેકે સાતમ આઠમના તહેવારો નિમિત્તે જડેશ્વર મહાદેવ મંદિરે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા