
મોરબી ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ સાહેબની કૉર્ટ દ્વારા મારામારીના ગુનાના આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારને નિર્દોષ જાહેર કર્યો.
હાલના કેસની ટૂંકી હકીકત એ છે કે, ફરિયાદી અને તેનો મિત્ર મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે મોટરસાઈકલ પર આવેલા આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારે પાસેથી પસાર થઇ અને ફરિયાદીને ગાળો આપી મારામારી કરી ફરિયાદી સાથે દુર્વ્યવહાર કર્યો, તથા આરોપીએ ફરિયાદીને પથ્થર વડે માર્યો હતો અને તેના બાઇકને નુકસાન પહોંચાડ્યું હતું તેથી ફરીયાદીએ ભારતીય દંડ સંહિતાની કલમ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવેલ હતી જે કામે આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમાર ની પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીએ આ કેસમાં બચાવ કરવા મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે. ડી. સોલંકી ને રોકેલ હતા
આ કેસ મોરબી ના ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબની કૉર્ટમાં ચાલી જતા આ કેસ માં ફરિયાદી, સહેદો, પંચો, તથા તપાસ કરનાર અધિકારીનો પુરાવો લેવામાં આવેલ તમામ પુરાવો પૂરો થતાં બચાવ પક્ષ દ્વારા દલીલ કરવા માં આવેલ કે આ કામે ફરિયાદીએ કે સહેદોએ ફરિયાદને સમર્થન થાય એવો પુરાવો આપેલ નથી પંચો પંચનામા બાબતે કશું જાણતા નથી પોલીસ દ્વારા જે પુરાવાઓ એકત્રિત કરેલ તે પુરાવાથી આ કેસ સાબિત થતો ના હોય ફરીયાદ પક્ષ દ્વારા કેસ વ્યાજબી શંકાથી આગળ સાબિત કરી શકેલ ન હોય. જેથી આરોપી ને નિર્દોષ છોડવા બચાવ પક્ષના યુવા વકીલશ્રી જે. ડી. સોલંકીએ કાયદાકીય દલીલ કરેલ. બચાવ પક્ષે કરેલ દલીલ માન્ય રાખી મોરબીના ચીફ જ્યુડીશીયલ. મેજિસ્ટ્રેટ સાહેબશ્રી દ્વારા આરોપી પ્રવીણ ઉર્ફે પ્રેમજી ગોરાભાઈ પરમારને આ કેસમાં નિર્દોષ જાહેર કરેલ.