
માળીયા મિંયાણા તાલુકાનાનવલખી બંદરે લોડીંગ બાબતે હત્યા કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા
બે આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
માળિયા મિંયાણા તાલુકાના નવલખી બંદર ખાતે ટ્રકમા માલ લોડીંગ કરવા બાબતે થયેલ બોલાચાલી બાદ આધેડને છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હોય જે બનાવ મામલે મોરબી સેસન્સ કોર્ટે આજે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તો બે આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે
મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા કિરીટસિંહ જાડેજાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના ભાઈ દશરથસિંહ ભાગવતસિંહ જાડેજા (ઉ.વ.૪૫) વાળા માળિયા નવલખી બંદરે વાસુકી કોલમાં લોડીંગનું કામ સંભાળતા હોય અને મયુરસિંહ વેલુભા જાડેજા, મયુરસિંહ રણજીતસિંહ જાડેજા રહે મોટા દહીંસરા વાળાની કોલસાની ગાડી લોડીંગ કરવા બાબતે બોલાચાલી થઇ હોય જેનું મનદુઃખ રાખી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજાના કહેવાથી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે મોટા દહીંસરા વાળાએ છરીના ઘા ઝીંકી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડતા દશરથસિંહ જાડેજાનું મોત થયું હતું જે હત્યાના બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી અને બીજા એડીશનલ સેશન્સ જજ સાહેબ શ્રી વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા ૧૦ મૌખિક પુરાવા અને ૩૭ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે હત્યા કેસમાં આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૨૩) રહે મોટા દહીંસરા વાળાને તકસીરવાન ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ મુજબના શિક્ષાને પાત્ર ગુન્હામાં આજીવન કેદની સખ્ત સજા અને રૂ ૨ લાખનો દંડ કર્યો છે અને આરોપી દંડની રકમ ભરવામાં કસુરવાન ઠરે તો વધુ ૩ વર્ષની સખ્ત કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે
જયારે આ કેસમાં અન્ય આરોપીઓ મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા એમ બે આરોપીને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે તેમજ આ હુકમની એક નકલ સચિવ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીનાઓએ ગુજરાત વિકટીમ કમ્પેઝીશેન (એમેડમેન્ટ) સ્કીમ ૨૦૧૯ અંતર્ગત મૃતકના કાયદેસરના વારસોને મળવાપાત્ર વળતર ચુકવવા સંબંધે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવા જણાવ્યું છે