
મોરબી ઝૂલતા પુલની ગોઝારી દુર્ધટનાના દિવંગતોને મોક્ષાર્થે હિન્દુ મુસ્લીમ સમાજે એક જ મંડપ નીચે શ્રીમદ ભાગવત કથા અને ફાતેહા પઢી શ્રધ્ધાંજલી આપી એકતાનો સંદેશ પાઠવ્યો
ઝુલતાપુલની દુર્ધટનામા મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતી માટે શ્રીમદ ભાગવત કથા સાથે મુસ્લીમ સમાજે સલામી ફાતેહા પઢી પ્રસાદ વિતરણ કરી દુવા માંગી હતી
મોરબીમાં એક વર્ષ પહેલા ઝૂલતો પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબીના સમાજ સેવકો રાજુભાઈ દવે જગદીશભાઈ બાંભણીયા અને અજયભાઈ વાધાણી દ્વારા શ્રીમદ ભાગવત કથાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દિવંગત આત્માઓના મોક્ષર્થે શાંતિ યજ્ઞ સાથે શ્રધ્ધાંજલી આપવામા આવી હતી જેમાં મૃતક પરીવારના લોકોએ હાજરી આપી આ કથામા કોઇની પાસે હાથ લાંબો કર્યા વગર કથા યોજવામાં આવી હતી જેમાં રામધન આશ્રમના મહંતશ્રી ભાવેશ્વરીદેવી માતાજી તેમજ કથાકાર રત્નેશ્વરીદેવી સહિતના લોકો જોડાયા હતા અને દિવંગત આત્માઓના મોક્ષર્થે યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી
આ ઝુલતાપુલની ગોઝારી દુર્ધટનામા હિંન્દુ મુસ્લીમ સમાજના ૧૩૫ જેટલા લોકોના મોત થયા હતા ત્યારે હિન્દુ સમાજ દ્રારા મૃતકોના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાની પુર્ણાહુતિ બાદ મુસ્લીમ સમાજે એકજ મંડપમા મૃતકોના આત્માને શાંતી અને તેના પરીવારજનોને હિંમત સબ્ર આપવા માટે સલામી સાથે દુવા પઢીને હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશ પાઠવ્યો હતો અને આ કાર્યક્રમમા મુસ્લીમ સમાજના અગ્રણીઓ હુશેનભાઈ ભટ્ટી એડવોકેટ રજાક બુખારી મૌલાના ઈશા કારી ઈકબાલભાઈ પીલુડીયા અલીયાસભાઈ નોતીયાર સહિતનાઓએ કથાના ભવ્ય આયોજનને બીરદાવી હિંન્દુસમાજના આયોજકોનુ સાલ અને ફુલહારથી સન્માન કર્યુ હતુ ત્યારે હિન્દુ સમાજના આયોજકે પણ મુસ્લીમ સમાજના અગ્રણીઓને આવકારી સન્માન કરી એકતાનો અનોખો સંદેશ પાઠવ્યો હતો