મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઝુલતાપુલની ગોઝારી દુર્ધટનાના મૃતકોના આત્માનાં શાંતિ અર્થે ઝૂલતાં પુલ નીચે શાંતિ યજ્ઞ કરાયો

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા ઝુલતાપુલની ગોઝારી દુર્ધટનાના મૃતકોના આત્માનાં શાંતિ અર્થે ઝૂલતાં પુલ નીચે શાંતિ યજ્ઞ કરાયો

મોરબી માં ગત તા.૩૦ ઓકટોબર ૨૦૨૨ ના રોજ વિશ્વમાં નોંધાયેલ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માં ૧૩૫ લોકો ના અકાળે મોત થયા હતા જેમાં સૌથી વધુ બાળકો અને યુવાનો ની સંખ્યા હતી ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જ્યાં ઘટના ઘટી હતી ત્યાં મોરબી ઝૂલતા પુલની નીચે જ શાંતિ યજ્ઞ નું આયોજન કરી ૧૩૫ આહુતિઓ આપી મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી જેમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના ગ્રુપના પ્રમુખ અતુલ ભાઈ જોશી,મહામંત્રી નયનભાઈ પંડ્યા,ઉપપ્રમુખ કમલભાઈ દવે, ઉપપ્રમુખ મહીધરભાઈ દવે,ઉપપ્રમુખ ધ્વનિત ભાઈ દવે,સંકલન સમિતિના અમીતભાઈ પંડ્યા ,રોહિતભાઈ પંડ્યા,જીગર ભાઈ દવે,હર્શભાઈ જાની,ધર્મભાઇ રાવલ,વિજયભાઈ રાવલ સહિત ના પરશુરામ યુવા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા અને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here