મોરબીમા દિવાળીના ખુશીના તહેવારમા મોંધવારીમા પણ ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટયુ જુઓ વીડીયો

મોરબીમા દિવાળીના ખુશીના તહેવારમા મોંધવારીમા પણ ખરીદી કરવા માનવ મહેરામણ ઉમટયુ જુઓ વીડીયો

મોરબીના નગર દરવાજા ચોકમા હજારોની સંખ્યામા ભીડ જોવા મળી ટ્રાફિક પોલીસના જવાનો ખડેપગે ભારે જહેમત ઉઠાવી રહયા હતા

મોરબીમા દિવાળીના પવિત્ર અને ખુશીના તહેવારમા ભારે મોંધવારી હોવા છતા સિરામીક ફેકટરીમા કાળી મજુરી કરતા પરપ્રાંતિય મજુરો સહિત મોરબીના શહેરીજનો પરીવાર સાથે ખરીદી કરવા માટે ઉમટી પડયા છે ત્યારે મોરબીના રાજમાર્ગો પર ભારે ભીડ જોવા મળી હતી

આ દિવાળીના તહેવારમા મુખવાસ ફટાકડા કપડા ફુલ આસોપાલવના તોરણ સહિત અનેક પ્રકારની ખરીદી કરવા માટે હજારોની સંખ્યામા માનવ મહેરામણ ઉમટી પડતા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મોરબી પોલીસે એકસ્ટ્રા પોલીસ જવાનોને ફરજ પર મુકી શહેરીજનો અને વાહન ચાલકોને મુશકેલીનો સામનો ન કરવો પડે તેના માટે ટ્રાફિક પોલીસ અને ટ્રાફીક બ્રિગેડના જવાનો ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here