
મોરબીના સિનિયર એડવોકેટ સી.પી. સોરીયાની ઓફીસે ગણેશપુજન લક્ષ્મીપુજન હનુમાનપુજા અને શિવ પંચવકત્ર મહાપુજા કરાઈ
મોરબીના વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી સી.પી. સોરિયા એડવોકેટની ઓફિસમાં આજે ગણેશ પૂજન, લક્ષ્મી પૂજન, પરાંબા પૂજન, હનુમંત પૂજન ઉપરાંત ખાસ તો…”શિવ પંચવકત્ર મહાપૂજા” નો પ્રથમવાર પ્રયોગ કરેલ હતો. આ ભવ્ય અને દિવ્ય શિવ પંચવકત્ર મહાપૂજા માં વૈદિક મંત્રોના ઉચ્ચારણથી સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ઉપરોક્ત શિવ પંચવકત્ર મહાપૂજા અને અન્ય પંચાંગ પૂજા સી.પી. સોરીયા એડવોકેટના પરમમિત્ર મોરબીના શાસ્ત્રી અને ધારાશાસ્ત્રી યતીનભાઈ જે. દવે (એડવોકેટ) એ પોતાના નાભિ કંઠે અષાઢી નાદે વૈદિક મંત્રોચ્ચાર કરી સર્વની મંગલકામનાઓ પાઠવી હતી.