
મોરબીમા મહોરમના માતમના તહેવારમા હુશેની રંગે રંગાઈને દશ દિવસ સુધી આકા ઈમામ હશન હુશેનની શાનમા પંજેતની ન્યાજે હુશેન શબ્બીલમા લંગર લુટાવતા બે સગાભાઈઓ જુઓ વીડીયો
મોરબી જુના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે શહેરની સૌથી મોટી પંજેતની ન્યાઝે હુશેન શબ્બીલ છેલ્લા ચાલીસેક વર્ષથી હિંન્દુ મુસ્લીમ એકતાનો સંદેશ પાઠવે છે
મોરબી જુના એસ.ટી બસ સ્ટેન્ડ પાસે છેલ્લા ચાલીસેક વર્ષથી હિંન્દુ મુસ્લીમ એકતાથી મહોરમના માતમના તહેવારમા હઝરત આકા ઈમામ હશન હુશેનની શાનમા પંજેતની શબ્બીલ કમીટીમા શુધ્ધ શાકાહારી દરરોજ અવનવી વાનગીઓના ન્યાઝ (પ્રસાદ) નુ વિતરણ કરવામા આવે છે જેમા દર વર્ષે આ શબીલમા દરરોજ ત્રણ હજારથી વધુ શહેરીજનો ન્યાઝનો લાભ લઈ રહયા છે ત્યારે બદામસેઈક કેશરપીસ્તા દુધકોલ્ડ્રિકસ લચ્છી સાથે ચોખ્ખા ધી નો લચકો લાપસી સુજી જડદો અને દાળભાત પાઉભાજી પંજાબીશાક સહિત દરરોજ અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરવામા આવે છે
આ પંજેતની ન્યાઝે હુશેન શબીલ છેલ્લા ચાલીસેક વર્ષથી ચાલતી હોય છેલ્લા નવ વર્ષથી બે સગાભાઈ અભુભાઈ ખમીશાભાઈ થઈમ અને હારુનભાઈ ખમીશાભાઈ થઈમ બને એકલા હાથે આર્થીક ખર્ચ ભોગવી આકા ઈમામ હશન હુશેનની યાદમા અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ કરે છે ત્યારે તેની સાથે આકા ઈમામ હશન હુશેનના આશીક યુવાનો ચોવીસ કલાક ખડેપગે રહીને શબ્બીલમા ન્યાઝ પાર્સલ કરી વિતરણ કરવા મદદરુપ બની મહોરમનો માતમનો તહેવાર ઉજવે છે