
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે આવેલ ખુલ્લા પ્લોટમાં હ્યુન્ડાઇ કંપનીની એક્સન્ટ કારમાંથી ઇંગ્લીશ દારૂ બિયર મળી કુલ રૂ. ૫,૧૧,૪૨૦/-નો મુદામાલ લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં પ્લોટ વિસ્તારમાં રહેતા પૃથ્વીરાજસિંહ નરેંદ્રસિંહ ઝાલા તેની પાસે રહેલ સફેદ કલરની હ્યુન્ડાઇ કંપનીની એક્સન્ટ રજી.નં. GJ-36-L-8269 વાળી ગાડીમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરાફેરી કરે છે હાલે આ કાર કોઠારીયા ગામમાં આવેલ કાળા કુવાની સામેની શેરીમાં આવેલ ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ કરી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હાલતમાં પડેલ છે તેવી ચોકકસ હકિકત હકીકત આધારે રેઇડ કરતા હકીકત વાળી કારમાંથી નીચે જણાવ્યા મુજબનો ગેર કાયદેસર પાસ પરમીટ વગરનો પરપ્રાંતીય ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ બીયરનો જથ્થો મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી આ ગુન્હામા ફરાર આરોપી પૃથ્વીરાજસિંહ નરેંદ્રસિંહ ઝાલા રહે,કોઠારીયા પ્લોટ વિસ્તાર તાલુકો વાંકાનેરને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી આ ગુન્હામા ગ્રીન લેબલ વ્હીસ્કીની બોટલ નંગ-૧૧૪ ની કિ.રૂ. ૩૪,૨૦૦/- બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કીની બોટલ નંગ-૩૦ ની કિ.રૂ. ૨૪,૦૦૦/- એનીટાઇમ વ્હીસ્કીની બોટલો નંગ-૪૮ કી.રૂ.૧૪,૪૦૦/-
સિગ્નેચર વ્હીસ્કીની બોટલ નંગ- ૧૨ કિ.રૂ. ૯,૬૦૦/- અમ્રુત મેકીનટોસ વ્હીસ્કીની બોટલો નંગ-૧૨ કિ.રૂ. ૧૪.૮૨૦/- બ્લેક ક્લાસીક વ્હીસ્કીની બોટલો નંગ-૪૮ કિ.રૂ. ૪,૮૦૦/-
કિંગ ફીશર સ્ટ્રોગ પ્રિમિયમ બિયર ટીન નંગ-૭૨ કિ.રૂ. ૭,૨૦૦/-
કાલ્સબર્ગ સ્ટ્રોંગ પ્રિમિયમ બિયર ટીન નંગ-૨૪ કિ.રૂ. ૨.૪૦૦/- હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ કાર રજી.નં. GJ-36-L-8269 વાળી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૬૪ કિ.રૂ.૧.૦૧.૮૨૦/- બીયર ટીન નંગ-૯૬ કી.રૂ. ૯,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૫,૧૧,૪૨૦/- નો મુદામાલ પોલીસે ઝડપી લીધો હતો
આ કાર્યવાહીમા એમ.પી. પંડયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પી.એસ.આઈ કે.એચ.ભોચીયા,
એસ.આઈ.પટેલ તથા એલ.સી.બી પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના પોલીસ કર્મચારીઓ કામગીરીમાં જોડાયેલ હતા
<