
મોરબીમા મુસ્લિમ સમાજ દ્વારા મહોર્રમના માતમના તહેવારમા ૧૧ કલાત્મક તાજીયા સાથે વિશાળ ઝુલુસ કાઢી હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ઉજવણી કરાઈ..જુઓ વીડીયો
હઝરત ઈમામ હશન હુશેને સચ્ચાઈ માટે ૭૨ સાથીઓ સાથે શહાદત વહોરી લીધી હતી જેથી દશ દિવસ સુધી શબ્બીલોમા ન્યાઝ અને વાયેઝ શરીફના કાર્યક્રમો યોજાયા હતા
મોરબીમા ગમે હઝરત ઈમામ હશન હુશેનની યાદમા હિંન્દુ મુસ્લીમ એકતા સાથે મોરબીના શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયા હાજી મદનીમીંયાબાપુની આગેવાની હેઠળ પર્વની શ્રધ્ધાભેર આસ્થાભેર પરંપરાગત રીતે માતમનો તહેવાર ઉજવવામા આવ્યો હતોજેમાં તાજીયા પડમાં આવ્યા બાદ મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાં માંથી અગીયાર કલાત્મક તાજીયાનું વિશાળ ઝૂલુસ કાઢવામા આવ્યુ હતુ
મોરબીમા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમા મહોરમના માતમના તહેવારમા દશ દિવસ સુધી ઠેર ઠેર શબ્બીલોમા સરબત લચ્છી કોલડ્રિકસ સહિત અવનવી વાનગીઓના ન્યાઝનુ વિતરણ સાથે આકા ઈમામ હશન હુશેનની શાનમા વાયેઝ શરીફના કાર્યક્રમો યોજવામા આવ્યા બાદ મહોરમના દિવસે દરબારગઢચોકથી ભવ્ય કલાત્મક રોશનીથી ઝળહળીત ૧૧ તાજીયાનુ ભવ્ય ઝુલુશ મોરબી શહેરના રાજમાર્ગો પર ફરતા કલાત્મક તાજીયાના દર્શન કરી હિંન્દુસમાજના લોકોએ પણ પ્રસંશા કરી હતી ત્યારે નહેરૂ ગેઈટ ચોકમા હિન્દુ મુસ્લિમસમાજના અગ્રણીઓ રાજકીય ને સામાજીક અગ્રણીઓની હાજરીમા આભારવીધી સમારોહ યોજવામા આવ્યો હતો જેમા જીલ્લા વહિવટીતંત્ર પોલીસ નગરપાલીકા પીજીવીસીએલ સ્ટાફે માતમના તહેવારમા પુરતો સાથ સહકાર આપવા બદલ આભાર માની મોરબીશહેર અને દેશમા અમન એકતા અખંડતા જળવાઈ રહે તે માટે શહેર ખતીબ અબ્દુલ રશીદમીંયાબાપુએ દુવા માંગી હતી