
મોરબીથી સગીરાનુ અપહરણ કરી દુષકર્મ ગુજારનાર નરાધમને દશ વર્ષની સજા ફટકારથી સ્પેશીયલ પોકસો કોર્ટ
ભોગ બનનારને વિકટીમ કમ્પેનસેશન સ્કીમ મુજબ રૂ ૪ લાખ અને આરોપીના દંડની રકમ મળીને કુલ રૂ ૪.૧૮ લાખ વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો
મોરબી શહેરની રહેવાસી સગીરાને અમદાવાદનો શખ્શ અપહરણ કરી લઇ ગયા બાદ સગીરાની મરજી વિરુદ્ધ અનેક વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોય જે બનાવ મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને કેસ આજે મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવીને ૧૦ વર્ષની કેદની સજા ફટકારી છે
જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં રહેતી ૧૫ વર્ષની સગીરા ટ્યુશન ક્લાસમાં જવા નીકળી હતી અને તે ટ્યુશનમાં પહોંચી ના હોય અને તપાસ કરતા મળી ના હતી તેમજ અમદાવાદ મામાના ઘરે જતી ત્યારે ત્યાં રહેતો સચિન ચુનારા નામનો છોકરો તેની પાછળ આવતો હોય તેની સાથે વાતચીત કરી મોરબીનું સરનામું અને મોબાઈલ નંબર માંગતો હતો તેવી સગીરાની માતાને જાણ થતા પિયર અમદાવાદ ખાતે ફોન કરતા અમદાવાદ ખાતે અશોક પોપટ ચુનારા સાથે તેના સાળાનો દીકરો સચિન ઘરે નહિ હોવાનું જાણવા મળ્યું હતું જેથી સચિન દીપક ચુનારા અપહરણ કરી ભગાડી ગયાની શંકા જતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો જે આરોપી સગીરાનું અપહરણ કરી અમદાવાદ વિવેકાનંદનગર, પંડિત દિનદયાળ આવાસ યોજના અંતર્ગત આવેલ આવાસની બાજુમાં ઝુંપડામાં લઇ જઈને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હોય જેથી આરોપીને ઝડપી લઈને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી
ઇ કેશ સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજશ્રી ડી. પી. મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી મદદનીશ વકીલ સંજયભાઈ સી દવેએ ૦૯ મૌખિક પુરાવા અને ૨૫ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા અને ધારદાર દલીલો રજુ કરતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવ્યો હતો જે સચિન ચુનારા નામના ઈસમને આઈપીસી કલમ ૩૬૩ માં ૩ વર્ષની સખ્ત કેદ અને રૂ ૩૦૦૦ દંડ, આઈપીસી કલમ ૩૬૬ માં ૫ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૫૦૦૦ નો દંડ, અને આઈપીસી કલમ ૩૭૬ (૨) સાથે વાંચતા જાતીય ગુણોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ ૨૦૧૨ ની કલમ ૪ તથા ૬ માં ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૧૦,૦૦૦ નો દંડ અને દંડ ના ભરે તો નવ માસની વધુ સખ્ત સજા ફટકારવામાં આવી હતી