માળીયાના જુનાઘાટીલા ગામની સીમમાં ધમધમતા જુગારધામ ઉપર માળીયા પોલીસ ત્રાટકી ૬ પતાપ્રેમીઓ ઝડપાયા

માળીયાના જુનાઘાટીલા ગામની સીમમાં ધમધમતા જુગારધામ ઉપર માળીયા પોલીસ ત્રાટકી ૬ પતાપ્રેમીઓ ઝડપાયા

માળીયા તાલુકાના જુનાઘાટીલા ગામની કોઠારીયા સીમમાં જાહેરમાં ટોર્ચ બત્તીના અંજવાળે જુગાર રમતા ૬ જુગારીયાઓને ઝડપી માળીયા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે પ્રાપ્ત વિગત મુજબ માળીયા તાલુકા પોલીસને મળેલ ખાનગી રાહે બાતમીના આધારે પો.કોન્સ્ટેબલ વાસુદેવભાઈ કોરડીયા સહીતનાઓએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયાના છેવાડાના જુનાઘાટીલા ગામની કોઠારીયા સીમમાં જાહેરમાં ટોર્ચ બતીના અંજવાળે જુગાર રમતા ૬ જુગારીઓ જૂગાર રમતા ઝડપાયા હતા જેમા અરવિંદભાઈ વિરજીભાઈ ધોરકડીયા ઉ.વ.૪૧ નવઘણભાઇ ચંદુભાઈ અગેચણીયા ઉ.વ.૩૦ કિશોરભાઇ ખોડાભાઇ ઉપાસરીયા ઉ.વ.૨૬, રાજેશભાઈ પ્રેમજીભાઇ ધોરકડીયા ઉ.વ.૪૦, પ્રવીણભાઇ લખમણભાઇ ધોરકડીયા ઉ.વ.૪૬, પોલજીભાઇ વેરશીભાઇ ધોરકડીયા ઉ.વ.૫૫ રહે-જુનાઘાટીલા તમામને ઝડપીને રોકડ રકમ રૂ.૧૭,૭૫૦ સહીત કુલ રૂ.૧૭૮૫૦ના મુદ્દામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here