માળીયા મિંયાણાના વાડા વિસ્તારમા અડધી રાત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્યુલન્સમા પુરના પાણીમાથી બહાર કાઢી સગર્ભાની સફળ પ્રસુતિ કરાવતી સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ જુઓ વીડીયો

માળીયા મિંયાણાના વાડા વિસ્તારમા અડધી રાત્રે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્યુલન્સમા પુરના પાણીમાથી બહાર કાઢી સગર્ભાની સફળ પ્રસુતિ કરાવતી સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ જુઓ વીડીયો

ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માળિયા મિંયાણા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા બહેનની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવાઈ

હાલમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માનનીય જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની સૂચના તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર મહેતા આર.સી.એચ.ઓ ડો. સંજય સાહેબ , તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોકટર ડી.જી બાવરવાના માર્ગદર્શન હેઠળમાળિયા મિંયાણા મિંયાણા વાડા વિસ્તાર ખાતે થી પુરના પાણી વચ્ચે થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં સગર્ભા બેન ને રાતે ૧૧.૩૦ વાગ્યે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તેમજ આશા બહેન દ્વારા લઈ આવવામાં આવ્યા હતા. અને પ્રાથમિકઆરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે સગર્ભા બહેનને એડમિટ કરવામાં આવ્યા હતા. અને બહેનની પ્રાથમિક આરોગ્ય સરવડ ખાતે તા ૨૭/૦૭/૨૦૨૪ના રોજ રાત્રે ૧૨:૨૦ કલાકે પ્રાથમિકઆરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડોકટર અક્ષય સુરાણી અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન ૨.૮ કિગ્રા છે અને હાલ માતા અને બાળકની તબિયત તંદુરસ્ત છે.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here