મોરબી જીલ્લાના વાકાનેરના પંચાચિયા ગામની સીમમા પોલીસનુ સફળ ઓપરેશન ઈંખલીશ દારુનુ કટીંગ થાય તે પહેલા ટ્રક સાથે આરોપીને તાલુકા પોલીસે દબોચી લીધો જુઓ વીડીયો

મોરબી જીલ્લાના વાકાનેરના પંચાચિયા ગામની સીમમા પોલીસનુ સફળ ઓપરેશન ઈંખલીશ દારુનુ કટીંગ થાય તે પહેલા ટ્રક સાથે આરોપીને તાલુકા પોલીસે દબોચી લીધો જુઓ વીડીયો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં ઇંગ્લીશ દારૂ ભરેલ ટ્રકનું કટીંગ થાય તે પહેલા જ રૂ.૫૬.૬૩ લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં વાંકીયાથી જડેશ્વર તરફ જતા કાચા રસ્તા પર ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ અશોક લેલેન્ડ બંધ બોડીનો ટ્રક રજી.નંબર-RJ-18-GC-0894 માંથી ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૨૭,૮૪૦ કી.રૂ.૫૬,૬૩,૧૦૦/- તથા ટ્રક તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૮૦,૬૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે યાસીનભાઈ રહીમભાઈ સમાં રહે.રાજકોટવાળાને પકડી પાડી તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ટ્રક ચાલક, ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર તથા પાયલોટીંગ કરવામાં સાથે રહેલ આરોપીઓ નાશી છૂટ્યા હતા. આ દારૂનો જથ્થો જાવીદ કરીમભાઇ કાથરોટીયા રહે.રાજકોટ અને સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઇ ચાનીયા રહે.કાલીકા પ્લોટ,મોરબીવાળાએ મંગાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ કામગીરીમાં પીએસઆઈ એલ.એ.ભરગા, પો.હેડ.કોન્સ.ક્રિપાલસિંહ ચાવડા, એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા, પોલીસ હેડ.કોન્સટેબલ અરવીંદભાઇ બેરાણી, ભીખુભાઇ વાળા, રૂતુરાજસિંહ જાડેજા, મહેશદાન ઇસરાણી પો.કોન્સ. સંજયસિંહ જાડેજા, વીજયભાઇ ડાંગર, રવીભાઇ કલોત્રા, દીનેશભાઇ લોખીલ તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા રોકાયેલ હતા

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here