મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલ ની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઉપાડી લીધા

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલ ની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઉપાડી લીધા

મોરબી જીલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠી દ્રારા જીલ્લામા અનડીટેક્ટ ચોરીના આરોપીઓ તથા ચોરી થયેલ મુદ્દામાલ શોધી કાઢવા સુચના આપવામા આવી હોય જે અન્વયે એસ.એચ.સારડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વાંકાનેર વિભાગ,વાંકાનેર તથા વી.પી.ગોલ સાહેબ સી.પી.આઇ.વાંકાનેર નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર એલ.એ.ભરગા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન પોલીસ સબ ઇન્સપેકટર એલ.એ ભરગા તથા એ.એસ.આઇ ચમનભાઇ ચાવડા તથા પોલીસ કોન્સટેબલ વિજયભાઇ ડાંગરને મળેલ સંયુકત બાતમી આધારે વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલ ની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને ચોરી કરેલ ટ્રેકટર ની ટોલી તથા રોટાવેટર તથા એક હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા હલર (થ્રેશર) એમ મળી કુલ કી.રૂ.૨૮૫૦૦૦ /- ના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ત્રણ આરોપીઓને અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આમ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમને ચોરી કરનાર અજાણ્યા ચોર ઇસમોને ચોરી કરેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મળેલ છે.

જેમા ડીટેક્ટ કરેલ ગુન્હા
(૧) વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં.૧૦૪૧ /૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ(૨) વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૪૧/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯ મુજબ (૩) વાંકાનેર તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં.૧૦૫૨/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૭૯ ,૪૦૧ મુજબ અટક કરેલ આરોપીઓ (૧) સોંડાભાઇ શીવાભાઈ સેફાત્રા (મીર) જાતે.ભરવાડ ઉ.વ ૨૯ રહે. ખેતરડી તા.હળવદ જી.મોરબી(૨) સાજણભાઇ રણમલભાઇ ઉર્ફે જુગાભાઇ ચાવડા જાતે ભરવાડ ઉ.વ ૨૮ રહે. કોઠી તા.વાંકાનેર જી.મોરબી(૩) રાહુલભાઇ ઉર્ફે ભુરાભાઇ સ/ઓ બચુભાઇ સેફાત્રા (મીર) ઉ.વ રર રહે. ખેતરડી તા.હળવદ જી.મોરબી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ જેમા (૧) ટ્રેકટર ની ટોલી કી.રૂ.૮૦૦૦૦/- (૨) રોટાવેટર કી.રૂ.૪૦૦૦૦/- (૩) એક હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કી.રૂ.૪૦,૦૦૦/-(૪) હલર (થ્રેશર) કી.રૂ.૧,૨૫૦૦૦/- કબજે કરેલ છે

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેકટર એલ.એ.ભરગા તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. ચમનભાઈ ડાયાભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ક્રિપાલસિંહ વનરાજભાઈ ચાવડા તથા પો.કોન્સ. સંજયસિંહઘનશ્યામસિંહ જાડેજા તથા વીજયભાઈ નાથાભાઇ ડાંગર તથા રવીભાઇ લાભુભાઇ કલોત્રા તથા
દીનેશભાઈ ધીરૂભાઈ લોખીલ તથા લોકરક્ષક અજયસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા રોકાયેલ હતા.

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here