
માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન નજીક નજીવી બાબતે સામસામાં ફાયરીંગમાં બને પક્ષના નવ ધાયલ એકની લોથ ઢળતા ચકચાર ફેલાયો
બાળકોની માથાકૂટમાં સામસામે બને મિંયાણાજુથ હથીયાર સાથે સામસામે આવી જતા ફાયરીંગની ઘટનામા એકનુ મોત નીપજ્યુ હતુ
મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય જેમા હત્યા લુટ અપહરણ દુષકર્મ ચોરીઓ સહિતના અનેક બનાવો બની રહયા છે ત્યારે માળીયા મિંયાણામાં પોલીસ સ્ટેશનની નજીકમા જ બાળકોની માથાકુટ જેવી નજીવી બાબતે મિંયાણાના બને જુથ હથીયારો સાથે સામસામે આવી જતા બનેપક્ષો દ્રારા ફાયરીંગની ઘટના બનતા સામસામે ફાયરીંગની ઘટનામાં ૧૦ લોકોને ઈજાઓ થતા સારવાર માટે મોરબીની પ્રાઈવેટ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા જેમાં સિકંદરભાઈ જેડા ખમીશાભાઈ જેડાને ગંભીર ઈજાઓ થઈ હતી અને હૈદરભાઈ અલીમહંમદભાઈ જેડાનુ મોત નિપજ્યુ હતુ
માળીયા મિંયાણાના વાગડીયા દરવાજા પાસે બને મિંયાણા જુથના સામસામા ફાયરીંગની ઘટના બની હતી જેમા જામ અને જેડા પરીવારના જુથમાથી જુથ અથડામણની ઘટનામાં ૧૦ જેટલા લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા અને છરી તેમજ બંદુક વડે હુમલો કરાતા એકનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો આ જુથ અથડામણ સ્થળે ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી તે સ્થળ પોલીસ મથકથી એકદમ નજીક છે પોલીસ સ્ટેશનની બાજુમા જ ફાયરીંગની ઘટના બની તે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે બાળકોની માથાકૂટમાં મોટા બાખડી પડ્યા હતાજેમા સામાપક્ષમા કાસમ હબીબભાઈ જામ હુશેન કાસમભાઈ જામ સલીમ સુભાનભાઈ કટીયા સહિત જામ પરીવારના સાત લોકોને ગંભીર ઈજાઓ થતા મોરબીની પ્રાઈવેટ હોસ્પીટલમા સારવાર માટે ખસેડી બનેપક્ષોની પોલીસે ફરીયાદ લઈને બનેસામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી