https://youtu.be/eDIpMNZey08?si=U1aCWceBxA_J5OqO
મોરબી પંચાસરરોડ પર આવેલ ન્યુ જનકનગર સોસાયટીમા મસ્જીદે હલીમા ગૃપ દ્રારા ગૌસપાકની ગ્યારવી શરીફના ભવ્ય કાર્યક્રમ યોજાયો..જુઓ વીડીયો
અગિયારમી શરીફની મિલ્લાદે મહેફિલ ન્યાઝશરીફ વાયેઝશરીફનો કાર્યક્રમમા ન્યુજનકનગર- શ્રીજીપાર્ક-રવિપાર્ક સોસાયટીના બહોળી સંખ્યામા મુસ્લીમ બિરાદરો જોડાયા હતા
સૈયદના ગૌષે આઝમ પીરાને પીર દસ્તગીર અબ્દુલ કાદિર જીલાની રદી અલ્લાહો તઆલા અન્હોની ગ્યારવી શરીફનો ભવ્ય કાર્યક્રમ મસ્જીદે હલીમાના ચોકમાં રાખવામા આવ્યો હતો જેમા મગરીબની નમાઝ બાદ મીલાદ શરીફ રાખી ત્યારબાદ મૌલાના યાસીનબાપુ (પેશ ઇમામ મદીના મસ્જીદ) દ્રારા હઝરત પીરાનેપીર દસ્તગીરની શાનમા જોરદાર વાકયાઓ સાથે વાયેઝશરીફનુ બયાન કરવામા આવ્યુ હતુ આ ભવ્ય કાર્યક્રમમા સૈયદ મૌલાના અયુબબાપુ તેમજમૌલાના કારી મોહંમદ મહેબુબ આલમ અકબરી સહિતનાએ હાજરી આપી હતી
હઝરત ગૌસપાકની અગીયારમી શરીફના કાર્યક્રમમા ન્યુજનકનગર રવિપાર્ક અને શ્રીજીપાર્ક સોસાયટીના તમામ મુસ્લીમ બિરાદરોએ મિલ્લાદે મહેફીલ વાયેજશરીફ ન્યાઝશરીફ હાજરી આપી સવાંબે દારેન હાંસીલ કરી બહોળી સંખ્યામા હાઝરી આપી હતી