
મોરબી એડીશનલ સીવીલ જજશ્રી દ્રારા વિવાદિત મિલ્કતના સિવિલ દાવામા મનાઈ હુકમ ફરમાવ્યો
સદર દાવા સંબંધીત વિવાદીત મિલ્કત બાબતે વાદી શ્રી (૧) પતાપસિંહ મહિપતસિંહ જાડેજા અને (૨) પ્રતિક દશરથભાઈનાઓ એ મોરબી શહેર જ માધાપર ગામ નાં સર્વે નં. ૧૩૧૨ પૈકી ૧ ની જમીન રહેણાંક હેતુ માટે બીનખેતી માં ફેરવાયેલ જે પમુખ સ્વામી પાર્ક-૨ તરીકે ઓળખાય છે તેમનાં પ્લોટ નં. ૧૨ અને ૧૩ ની જમીન ઉપર રહેણાંક હેતુ માટે એપાર્ટમેન્ટ સંગાથ પેલેસ – ૧ નામથી આવેલ છે તેનાં ફલેટ નં. ૫૦૧ વાળા ફલેટ નું સોદાખત (૧) પ્રતાપસિંહ મહિપતસિંહ જાડેજા અને (૨) પ્રતિક દશરથભાઈ ડાયમા સોદાખત તા. ૦૧/૦૬/૨૦૨૧ ના રોજ રજીસ્ટર નં. ૧૦૧૮૮ રૂા. ૮,૫૦,૦૦૦/- માં સોદો નકકી કરવામાં આવેલો હતો જેમાં (૧) પ્રતાપસિંહ મહિપતસિંહ જાડેજા અને (૨) પ્રતિક દશરથભાઈ ડાયમા નાઓ એ પ્રતિવાદી જયદીપભાઈ લાલજીભાઈ મનસુરીયા નામ વાળાને આ સોદા ની રકમ રૂા. ૭,૦૦,૦૦૦/- ચેક થી રકમ ચુકવી આપેલી હતી અને બાકી રહેતી રકમ રૂા. ૧,૫૦,૦૦૦/- માટે ૧૧ માસ નો સમય સોદાખત માં નકકી કરવામાં આવેલો હતો આમ સદરહું ફલેટ સંબંધીત સોદાખત કરવામાં આવેલું હતું ત્યારબાદ સમય જતા દસ્તાવેજ પ્રતિવાદી ના ઓ એ વાદી ને કરી આપવાનો હતો. જેમાંવાદીઓ ને આ પ્રતિવાદી એ દસ્તાવેજ સંબંધીત કરાર નું પાલન ન કરતાં વાદીઓ દ્રારા પ્રતિવાદી ને સમય રહેતા લીગલ નોટીસ આપેલી તેમ છતા પ્રતિવાદી વાદીઓ ને દસ્તાવેજ ન કરી આપતા જેથી વાદી ઓ એ મોરબી અદાલતમાં એડીશનલ સીવીલ કોર્ટમાં કરાર પાલન અંગેનો દાવો લાવતા દાવાની સાથે મનાઈ હુકમ સદરહું મિલ્કત બાબતે અરજી સાથે લાવતા નામદાર કોર્ટે દાવો કોર્ટમાં ધ્યાને લેતા પ્રતિવાદીને નોટીસથી નામદાર કોર્ટમાં હાજર રહેવાની નોટીસ પાઠવ્યા બાદ પ્રતિવાદીના વકીલશ્રી નામદાર કોર્ટમાં હાજર થયા બાદ સદરહું દાવાની કાર્યવાહી આગળ ચાલતા પ્રતિવાદીનાઓ એ વાદીઓ પર આક્ષેપ નાખતો જવાબ આપેલ કે વાદીઓ વ્યાજવટાનાં સંબંધીત સોદાખત સીકયોરીટી પેટે કરાવેલ હોય તેવા આક્ષેપો વાદીઓ ઉપર જવાબ સાથે રજુ કરેલા હતા આમ વાદીઓના વકીલશ્રી અને પ્રતિવાદીના વકીલશ્રીનાઓ ની દલીલો લેખીતમાં નામદાર કોર્ટમાં રજુ થયેલી ત્યારબાદ વાદીના વકીલ દ્રારા લાગતા વળગતા જજમેન્ટો નામદાર કોર્ટ માં રજુ રાખેલા હતા આમ નામદાર કોર્ટ એ ઉપરોકત મિલ્કત વાળી આંક ૫ વાળી અરજીના મુદાઓ કેસની તમામ હકિકતો ધ્યાને લીધેલી અને વાદીઓ અને પ્રતિવાદી ઓની દલીલો ધ્યાને લીધા બાદ આંક ૫ નો મનાઈ હુકમ સંબંધીત વાદી (૧) પ્રતાપસિંહ મહિપતસિંહ જાડેજા અને (૨) પ્રતિક દશરથભાઈ ડાયમા તરફે હુકમ કરી આપેલો અને પ્રતિવાદી જયદીપભાઈ લાલજીભાઈ મનસુરીયાને નામદાર કોર્ટે સંબંધીત મિલ્કત બાબતે પ્રતિવાદીએ હાલ ના દાવા સંબધીત ફલેટનું અન્ય કોઈ ને વેચાણ, ગીરો, બક્ષીસ કે અન્ય રીતે ટ્રાન્સફર કરવો કે કરાવવો નહી તથા દાવા વાળા ફલેટ ની યથાવત પરીસ્થિતી જાળવી રાખવી આ દાવા ના આખરી નિર્ણય સુધી પ્રતીવાદીને મિલ્કત સંબધીત હુકમ નામદાર કોર્ટે ખુલ્લી કોર્ટમાં વાંચી સંભળાવવામાં આવ્યો હતો અને નામદાર કોર્ટે આંક ૫ ની મનાઈ હુકમ ની અરજી મંજુર કરેલી આ દાવામા વાદીના વકીલ તરીકે દિપકભાઈ પારેધી અને અશોકભાઈ ખુમાણ રોકાયેલા હતા