
મોરબી ન્યાયમંદિરના કોર્ટ કંમ્પાઉન્ડમા મહિલા એડવોકેટ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી અપાતા પોલીસ ફરીયાદ નોંધાઈ
મોરબી પોલીસે એફ આઈ આર દાખલ કરવામા ઢીલ રાખી તા ૧૮-૧૦-૨૪ના રોજ બનાવની તા ૨૪-૧૦-૨૪ના રોજ ફરીયાદી મહિલા એડવોકેટે ચાર દિવસ પોલીસ મથકના ધકકા ખાધા પછી પાંચ દિવસ બાદ ફરીયાદ નોંધાઈ
ગુજરાતભરમા વકીલોની હત્યા ધમકીના બનાવો દિવસે દિવસે વધતા જાય છે ત્યારે મોરબી ન્યાયમંદિરના કોર્ટ કમ્પાઉન્ડમાં મહિલા એડવોકેટ ભાગ્યશ્રીબેન મનસુખભાઈ ચૌહાણ સાથે એક મહિલા આરોપી દક્ષાબેન વાઈફ ઓફ દેવજીભાઈ રાઠોડે કોર્ટ કંમ્પાઉન્ડમા જાહેરમા મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવ મામલે મહિલા એઠવોકેટે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે પોલીસ ફરીયાદ દાખલ કરવા લૈખિત ફરીયાદ આપ્યા બાદ પોલીસે ચાર દિવસ મહિલા એઠવોકેટને ધકકા ખવડાવી પાંચમા દિવસે પોલીસ ફરીયાદ દાખલ કરી હતી
આ બનાવ અંગે મોરબી બાર એસોશિએશન દ્વારા સરકયુલર ઠરાવ કરી મહિલા આરોપી દક્ષાબેન રાઠોડ સામેના કેસમા મોરબીના કોઈપણ વકીલ કેશ નહિ લડે કે વકીલપત્ર મુકે નહિ તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ ખરેખર આ મહિલા વકિલ પર કોર્ટ કંમ્પાઉન્ડમા થયેલ હુમલાના ગંભીર બનાવમા મોરબીના તમામ ધારાશાસ્ત્રીઓએ એક દિવસ કોર્ટની કામગીરીથી અલિપ્ત રહેવા ઠરાવ કરવો જોઈએ તેવી વકિલોમા ચર્ચાએ જોર પકડયુ હતુ
મોરબી કોર્ટમાં પ્રેક્ટીસ કરતા મહિલા એડવોકેટ ભાગ્યશ્રીબેન ચૌહાણ પર ગત તા. ૧૮-૧૦-૨૦૨૪ના રોજ મોરબી કોર્ટ પરિસરમાં એક મહિલા દ્વારા જાહેરમાં મારામારી કરવામાં આવી હતી અને અપશબ્દો બોલવામાં આવેલ તેમજ ડ્રેસ કોડ પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે બનાવને મોરબી બારના તમામ હોદેદારો અને સભ્યો સખ્ત વખોડી કાઢે છે ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને તે માટે એકતા રાખવી ખુબ જરૂરી છે બનાવ મામલે મહિલા વકીલે આરોપી દક્ષાબેન વાઈફ ઓફ દેવજીભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી તમામ વકીલોને વિનંતી કરવામાં આવી છે કે આરોપી સામેનો કેસ કોઈપણ વકીલ લડે નહિ અને વકીલપત્ર મૂકી નહિ તેવો નિર્ણય લેવામા આવ્યો હતો