
માળિયામિંયાણામાં આધારકાર્ડની કામગીરી મંદગતિએ તાલુકાની ૪૦ ગામની પ્રજાને પડતી હાલાકી
માળીયા મિંયાણામા આધારકાર્ડ સેન્ટર એક ગામ અનેક બહારગામથી આવતા લોકોને ધરમ ધક્કો દરરોજ ૪૦ અરજદારોના જ આધારકાર્ડની કામગીરી થતી હોય લાઈનમાં ઉભા રહેતા લોકો ત્રાહિમામ
માળિયામિંયાણામાં આધારકાર્ડની કામગીરી ગોકળગતિએ ચાલતી હોય તાલુકાની ૪૦ ગામની પ્રજાને પડતી હાલાકીને નિવારવા ઉઠતી માંગ ૪૦ જેટલા ગામના લોકો દરરોજ આવે અને ધરમ ધક્કા થાય જેનાથી કંટાળી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હાલ માળીયા ખાતે એકમાત્ર આધારકાર્ડ સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે જેથી કામગીરી માટે આવતા અરજદારોની આધાર સેન્ટર ઉપર દરરોજ લાંબી લાઈનો લાગી રહી છે જેના કારણે બહારગામથી આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તાલુકામાં હાલ આધારકાર્ડની કામગીરી માટે ૪૦ જેટલા ગામડાઓ વચ્ચે માળીયા શહેર માટે એકમાત્ર આધારકાર્ડ સેન્ટર તાલુકા કક્ષાએ ચાલી રહ્યું હોય જેના કારણે આખા તાલુકાના અરજદારો એક સેન્ટર પર આવી રહ્યા છે જેના કારણે કડકડતી ઠંડી વચ્ચે લાંબી લાઈનો લાગે છે વહેલી સવારથી જ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના અરજદારોની ભીડ જોવા મળે છે અને કતારોમાં લાગી જાય છે એકમાત્ર આધાર કીટ હોવાથી દરરોજ વધુમાં વધુ ૪૦ અરજદારોના જ કામ થઈ શકે છે જેના કારણે બાકી રહી જતાં લોકોને બીજા દિવસે ધરમ ધક્કો ખાવો પડે છે આમ તંત્ર દ્વારા કોઈ યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા તાલુકાની પ્રજાને હેરાનગતિ ભોગવવી પડી રહી છે ત્યારે તાલુકામાં વધુ આધારકાર્ડ સેન્ટરો ખોલવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે ઉલ્લેખનીય છેકે હાલ આધારકાર્ડની કામગીરી ગોકળગતિએ ચાલતી હોય વધુ અરજદારોની કામગીરી થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઊઠી રહી છે