માળીયામિંયાણા મચ્છુ નદીના પુલ પાસેથી મોરબી એલસીબી ટીમે કારમાંથી ઈંગ્લિશ દારૂની ૩૨૧ બોટલો ઝડપી કાર ચાલક ફરાર

માળીયામિંયાણા મચ્છુ નદીના પુલ પાસેથી મોરબી એલસીબી ટીમે કારમાંથી ઈંગ્લિશ દારૂની ૩૨૧ બોટલો ઝડપી કાર ચાલક ફરાર

મોરબી એલસીબી ટીમે મચ્છુ નદીના પુલ પાસે ઈંગ્લિશ દારૂની બોટલો સહીત કુલ ૫.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા

માળીયામિંયાણા મચ્છુ નદીના પુલ પાસેથી મોરબી એલસીબી ટીમે કારમાંથી ઈંગ્લિશ દારૂની ૩૨૧ બોટલો અને કાર મળી કુલ ૫.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે મોરબી એલસીબી પીઆઇ એમ.પી.પંડયાની સુચનાથી‌ એલસીબી પીએસઆઇ એસ.આઈ.પટેલ અને વી.એન.પરમાર સાથે પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એલસીબી પીઆઇ એમ.પી.પંડયાનાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે કચ્છ તરફથી એક ગ્રે કલરની હુન્ડાઇ આઈ-૨૦ ગાડી નં. GJ-36-8-8119 વાળીમાં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરી માળીયામિંયાણા તરફ આવનાર છે તેવી ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ હોય જેની જાણ એલ.સી.બી પેરોલ ફર્લો સ્ટાફના માણસોને કરતા તેઓ દ્વારા હકિકત વાળી ગાડીનો પીછો કરતા ગાડી ચાલક પોતાની ગાડી માળીયામિંયાણા નજીક આવેલ મચ્છુ નદીના પુલ પાસે રેઢી મુકી નાશી ગયેલ જે ગાડીમાંથી નીચે જણાવેલ વિગતેનો મુદામાલ મળી આવતા માળીયા મિંયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલા ઈંગ્લિશ દારૂની સાથે કાર હુન્ડાઇ આઈ-૨૦ ગાડી નં. GJ-36-8-8119ના ચાલક તથા તપાસમાં ખુલે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હાલ પકડાયેલા મુદ્દામાલ રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૩૨૧ની કિંમત રૂ.૨,૨૦,૨૦૬ હુન્ડાઇ 1-20 ગાડી નં. GJ-36-B-8119ની કિંમત રૂ.૩,૦૦,૦૦૦ મળી કુલ કી.રૂ.૫,૨૦,૨૦૬નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here