
મોરબી વીસીપરા વિસ્તારમા ખ્વાઝા મોઈનુદિન ચિસ્તીના ૮૧૩ મા ઉર્ષમુબારકની ખુશીમા ભવ્ય જુલુસ સાથે ન્યાઝશરીફનુ ભવ્ય આયોજન કરાયુ
મદ્રેશામા દિને ઈસ્લામની તાલીમ લેતા ભુલકાઓને પીરે તરીકત સૈયદ અલ્લાઉદીનબાપુના હસ્તે પ્રોત્સાહિત ઈનામનુ વિતરણ કરવામા આવ્યુ હતુ
મોરબી વીસીપરા વિસ્તારમા ખ્વાજા ગરીબ નવાઝ કમીટી દ્રારા હઝરત સુફીસંત ઓલિયા ખ્વાઝા મોઈનુદીન ચિસ્તીના ૮૧૩મા ઉર્ષમુબારકની ખુશીમા વાજતે ગાજતે ભવ્ય ઝુલુસ કાઢી ઉત્સાહભેર ખુશી મનાવી હતી આ ઝુલુસમા બહોળી સંખ્યામા મુસ્લીમ બીરાદરો જોડાયા હતા
ત્યારબાદ પીરે તરીકત સૈયદ અલ્લાઉદીનબાપુ ડેલીવારાના શુભહસ્તે મદ્રેશામા દિને ઈસ્લામની તાલીમ લેતા બાળકોને પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામા આવ્યા હતા અને સાંજે મગરીબની નમાઝ બાદ ન્યાઝશરીફનુ વાતરણ કરી હઝરત ખ્વાઝા ગરીબ નવાઝના ઉર્ષ મુબારકની ભવ્ય ઉજવણી કરાઈ હતી આ સમગ્ર કાર્યક્રમમા વીસીપરા ખ્વાઝા ગરીબ નવાઝ કમીટીના યુવાનો ખડેપગે રહી ભારે જહેમત ઉઠાવી હતી