મોરબી મકરાણીવાસમા આવેલ હજરત રોયલાપીર સરકાર (ર.અ.) નો ઉર્ષ મુબારક અમન એકતા સાથે કાલે તારીખ ૨૩ જાન્યુઆરીના ધામધુમથી ઉજવાશે

મોરબી મકરાણીવાસમા આવેલ હજરત રોયલાપીર સરકાર (ર.અ.) નો ઉર્ષ મુબારક અમન એકતા સાથે કાલે તારીખ ૨૩ જાન્યુઆરીના ધામધુમથી ઉજવાશે

ગુરુવારના રોજ તા ૨૩-૦૧-૨૦૨૫ ના સાંજે ચાર વાગ્યે સંદલશરીફ છ વાગે આમ ન્યાઝશરીફ અને રાત્રે ઈશાની નમાઝ બાદ વાયેઝશરીફનો ભવ્ય કાર્યક્રમ

મોરબી મકરાણીવાસમા વર્ષની જેમ આ વર્ષ પણ હજરત રોયલાપીર સરકારનો ઉર્ષ મુબારક ખુબજ ધામધુમથી ઉજવવાનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે ત્યારે તારીખ ૨૩-૦૧-૨૦૨૫ ને ગુરુવારના મુસ્લિમ ચાંદ ૨૨ બાવીસ રજ્જબના રોજ ઉર્ષ મુબારક ધામધુમથી ઉજવવામાં આવશે જેમાં બપોરે ત્રણ વાગ્યે ખાટકીવાસ શેલાનીપીર દરગાહથી વાજતે ગાજતે ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે અને મકરાણીવાસ રોયલાપીર સરકારની દરગાહ પર પુર્ણ થશે ત્યાર બાદ સાંજે ચાર વાગ્યે સંદલ શરીફ ત્યારબાદ સાંજે છ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ) નું પણ આયોજન કરવામા આવ્યુ છે જેમા ન્યાજ શરીફ મકરાણીવાસ ચોકમાં રાખવામાં આવેલ છે તેમજ રાત્રે ઈશાની નમાઝબાદ નાત શરીફનુ ભવ્ય આયોજન કરવામા આવ્યુ છે આ ઉર્ષ મુબારકના ખુશીના પ્રસંગે પધારવા તમામ હિંન્દુ મુસ્લીમ આશિકાને રોયલા પીર કમીટી દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here