મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં હડમતીયા રોડ પર ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટક્યું ૧૮૦ પેટી ઈંગ્લિશ દારૂ ઝડપાયો

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં     હડમતીયા રોડ પર ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટક્યું ૧૮૦ પેટી ઈંગ્લિશ દારૂ ઝડપાયો

ટંકારા પોલીસ મથક વિસ્તારમાં ધમધમતા ગોરખધંધા ઉપર SMCની બાજ નજર હોય તેમ ફરી એક દરોડો પાડીને સ્થાનીક પોલીસની આંખો ખોલી

મોરબી જિલ્લામાં અગાઉ સ્ટેટ મોનિટરીંગ સેલના જુગાર પ્રકરણમાં‌ કન્ફર્ટ હોટલમાં ધામા નાખીને તપાસ તો ચલાવી પરંતુ કોલસા કૌભાંડ ઈંગ્લિશ દારૂનો પર્દાફાશ કરી ખળભળાટ મચાવી દીધો હતો ત્યારે ફરી ટંકારા પોલીસ‌‌ મથકની હદમાં લજાઈ ગામની સીમમાં હડમતીયા રોડ ઉપર આવેલા ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલ‌ ત્રાટકી ૧૮૦ જેટલી ઈંગ્લિશ દારૂની પેટી ઝડપીને ખળભળાટ મચાવી દીધો છે જાણે ટંકારા પોલીસ મથક વિસ્તારમાં ધમધમતા ગોરખધંધા ઉપર SMCની બાજ નજર હોય તેમ ફરી ઈંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી સ્થાનીક પોલીસની ઉંઘ ઉડાડી આંખો ખોલી નાખી છે ટંકારા પંથકમાં અગાઉ ડુપ્લીકેટ ઓઈલ અને જુગાર પ્રકરણ ભારે ચર્ચામાં રહ્યા બાદ ફરી સ્ટેટ મોનિટરીંગ સેલ‌ દ્વારા ઈંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપી ખળભળાટ મચાવી દીધો છે જેથી જિલ્લામાં ફરી સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટક્યું હોય જેની ગંધ ગોરખધંધા કરનારા સુધી પહોંચી જાય અને મોરબી માળીયા હાઈવે ઉપર સફેદ રેતીનો કાળો કારોબાર કરનારા બેફામ દોડતા રેતીના ગેરકાયદેસર ઓવરલોડ ડમ્પરો દેશી દારૂના અડ્ડાઓ રેતીચોરી સહીતના ગોરખધંધા ઉપર રાતોરાત બ્રેક લાગી જાય તો નવાઈ નહીં કેમ કે સ્ટેટ મોનિટરીંગ સેલ કયા ક્યારે ત્રાટકે અને કોના તપેલા ક્યારે ચડી જાય તેનો ડર હર કોઈને સતાવી રહ્યો છે કેમ કે સ્ટેટ મોનિટરીંગ સેલની રેડ બાદ સસ્પેન્ડ થવાનો ડર હોય જ્યાં સુધી સ્ટેટ મોનિટરીંગ સેલની તપાસ ચાલુ હોય ત્યાં સુધી જેતે વિસ્તારમાં પડેલી રેડની લટકતી તલવાર‌ જેવો ઘાટ સર્જાઈ છે જેથી મોરબી જિલ્લામાં ફરી રાતો-રાત ગેરકાયદેસર ગોરખધંધા કરનારાઓ પોતાનો કાળો કારોબાર સમેટી ભુગર્ભમાં ઉતરી જાય તો‌ નવાઈ નહી

Advertisement
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here