
મોરબીના હિન્દુ મુસ્લીમ એકતાના પ્રતિક સુફીસંત ઓલીયા હજરત હોથીશાહ વલીના ઉર્ષ મુબારકની તડામાર તૈયારી ઉર્ષમુબારકમા ન્યાઝ નાતશરીફ કવ્વાલીના કાર્યક્રમનુ ભવ્ય આયોજન
મોરબીના લીલાપર રોડ પર આવેલ હિન્દુ મુસ્લીમ આસ્થાના પ્રતિક સુફીસંત ઓલીયા હજરત હોથીશાવલીનો ઉર્ષ મુબારક તારીખ:-૮/૦૨/૨૦૨૫ શનીવાર ને ૯/૦૨/૨૦૨૫ રવીવાર ના રોજ શાનો સોકતથી ઉર્ષ મુબારકની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવશે દર વર્ષની જેમ આ વર્ષ પણ રાબેતા મુજબ ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવશે જેમા તારીખ ૮/૦૨/૨૦૨૫ શનીવાર ના રોજ હજરત વજીરશા બાપુનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે તેમા સાજે ૬:૦૦ કલાકે એલાને આમ ન્યાજ તકસીમ રાખવામાં આવશે અને તારીખ:- ૯/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ સાંજે ૬:૦૦ કલાકે એલાને આમ ન્યાજ શરીફ રાખેલ છે તો ન્યાજ (મહાપ્રશાદ) લેવા તમામ હિન્દુ- મુસ્લિમ બિરાદરોને પધારવા માટે ભાવભર્યુ આમંત્રણ પાઠવવામા આવે છે અને રાત્રે ઈશાની નમાજ બાદ શાનદાર નાતશરીફનો ભવ્ય પ્રોગ્રામ રાખવા આવશે જેમા રફીકબાપુ મલંગ (મધ્યપ્રદેશ) પોતાની જોશીલી જુબાનમા નાત શરીફ ફરમાવશે ત્યારબાદ રાત્રિના ૧૨:૦૦ કલાકે સંદલ શરીફ ચઢાવવામાં આવશે તેમજ રાત્રે ૧૧:૦૦ કલાકે મહારાષ્ટ્રના મશહૂર કવ્વાલ જુનેદ સુલતાનીનો કવાલીનો શાનદાર પ્રોગ્રામ રાખેલ છે તો આ મુબારક પ્રસંગે તમામ હિન્દુ – મુસ્લિમ ભાઈઓ તથા બહેનો આ શાનદાર ઉર્ષમુબારકના ખુશીના પ્રસંગે હાજરી આપી શવાબ હાશીલ કરવા માટે હઝરત હોથીશાહ વલી દરગાહશરીફના ખાદીમ રજાકબાપુએ જણાવ્યુ હતુ